Loading Please Wait !!!
કોટડાસાંગાણી સરકારી કોલેજમાં 130 સીટમાંથી 32 એડમિશન, છતાં પ્રવેશબંધ

  • રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લેવા લાગ્યા
  • રાજ્ય સરકારના આદેશ મુજબ હાલ GCAS મેરીટ મુજબ કોલેજો સીધા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે પણ કોલેજો ના પાડી રહી છે

સિટી ન્યૂઝ@ગાંધીનગર

રાજકોટના કોટડાસાંગાણીની સરકારી આર્ટ્સ કોલેજમાં સીટ ખાલી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. GCAS (ગુજરાત એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પ્રવેશના ૬ રાઉન્ડ બાદ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા તેઓ અન્ય ખાનગી કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. ૧૩૦ ની ઇન્ટેક કેપેસિટી સામે ૩૨ એડમિશન થયા છતાં પણ પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આદેશ મુજબ, હાલ GCAS મેરીટ મુજબની પરંતુ કોલેજો સીધા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. આમ છતાં પણ કોલેજ દ્વારા GCAS મુજબ મેરીટનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જોકે તેની સામે પ્રિન્સિપાલના જણાવ્યા પ્રમાણે, આજથી એડમિશનનો ૧૦ મો રાઉન્ડ શરૂ થતા GCAS ના મેરિટ મુજબ ઓફર લેટર આપવાનું શરૂ થશે. કોઈ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવું તેવો કોઈ ઇરાદો નથી.

વિદ્યાર્થી સિધ્ધરાજસિંક જાડેજાએ જણાવ્યું હતું કે, ગત ૧૮ મે ના રોજ કોટડાસાંગાણીની ઠાકોર શ્રી મુળવાજી વિનયન કોલેજમાં એડમિશન માટે જીકાસ પોર્ટલમાં અરજી કરી હતી. મેં દી પાલ આપેલી છે અને એડમિશન પણ સબમિટ થયેલું છે. અરજી કર્યાના ત્રણ મહિના પછી પણ પ્રિન્સિપાલ તરફથી મને કોઈ અરજી લેટર આપવામાં આવ્યો નથી. જ્યારે મેં પ્રિન્સિપાલને ઓફર લેટર માટે પૂછ્યું ત્યારે મને মৌખિકમાં એમ કહ્યું કે તારું મેરિટ લિસ્ટમાં નામ છે નહીં. કોલેજમાં જાણ મુજબ ખાલી ૩૧ એડમિશન થયા છે. તેની સામે ૨૪૦ સીટ ખાલી છે. તો મેરિટ લિસ્ટ બનાવવાનો કોઈ સવાલ આવતો જ નથી. પ્રિન્સિપાલ અલ્પેશ જોષી અમને ભણાવાથી વંચિત રાખવા માંગે છે. મારા ધ્યાનમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેને પ્રિન્સિપાલે મૌખિક ઉદ્ધત જવાબ આપ્યો છે. એડમિશન ન આપવાનું કારણ શું?

જ્યારે અન્ય વિદ્યાર્થી હિરેન ચોરાડાએ જણાવ્યું હતું કે, ગત ૧૨ મે ના કોટડાસાંગાણીની ઠાકોર શ્રી મુળવાજી વિનયન કોલેજમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર અરજી કરી હતી. પરંતુ આજ દિન સુધી મને કોલેજમાંથી ઓફર લેટર આપવામાં આવ્યો નથી. જ્યારે મેં કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ જોષી કહ્યું કે મારું મેરિટ લિસ્ટમાં નામ કેટલામું છે ? તો એમને મને કહ્યું કે તારું નામ મેરિટ લિસ્ટમાં નથી. એમને મને ચેમ્બરમાં અંદર જ આવવા ન દીધો અને બેશરથી વાત કર એમ કીધું. કોલેજમાં ફક્ત ૩૧ જ એડમિશન થયા છે. તેની સામે ૨૪૦ જગ્યાઓ ખાલી છે. તો મેરિટ લિસ્ટનો કોઈ પ્રશ્ન જ આવતો નથી.