લઠાકાંડ બાદ દારૂના ભાવ ડબલ !
- ગુજરાતમાં પ્રોહિબિશન ડ્રાઇવથી સપ્લાય ઘટ્યો: કડકાઈ વચ્ચે કાળાબજાર ગરમ ?
- દેશી દારૂ અને ઈંગ્લિશ દારૂના ભાવમાં વધારો: તહેવારો ઉપર ભાવ વધવાની શક્યતા: અત્યારે બુટલેગરો કહે છે 'માલ' નથી
સિટી ન્યૂઝ@અમદાવાદ
ભાવનગરમાં લઠાકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસે પ્રોહિબિશનના દરોડા પાડવાની સાથે અન્ય રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો પણ અટકાવી દીધો છે. આવી સ્થિતિમાં પણ કેટલાક બુટલેગરો અને પોલીસ કર્મચારીઓ તકનો ગેરલાભ લઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુટલેગરોએ જોખમ હોવાનું કહીને દારૂની બોતોલોની કિંમત ૩ ગણી કરી દીધી છે.સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે, સ્થાનિક પોલીસે હસા વધારીને અંદરખાને નાના પાયે દારૂ સપ્લાય કરવાની મંજૂરી આપી છે. પોલીસે અંદરખાને સાચપીને દારૂ સપ્લાય કરવાની મંજૂરીભાવનગરનાં લઠાકાંડની ઘટનાને પગલે રાજ્ય પોલીસ વડાએ સમગ્ર ગુજરાતમાં પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરવા કડક આદેશ આપ્યા છે. જેના કારણે દારૂબંધી વચ્ચે ગેરકાયદે રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતો દારૂનો જથ્થો અટકી ગયો છે, તેમ છતાં દારૂની માંગ પહેલાની જેમ હજુ પણ યથાવત છે.સ્થિતિનો ગેરલાભ લઈ રહ્યા હોવાના દાવાઆતથી અમદાવાદ અને કેટલાક શહેરોમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને બુટલેગરો આ સ્થિતિનો ગેરલાભ લઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. સૂત્રોના મતે, બુટલેગરોએ દારૂ સપ્લાય કરવામાં જોખમ હોવાનું કારણ આપી દારૂની કિંમત ૩ ગણી કરી દીધી છે. તેમજ પોલીસે આ બુટલેગરો પાસે હસાની રકમ સામાન્ય વધારીને માત્ર ૧ કે ૨ બોટલ જ સપ્લાય કરવાની તાકીદ કરી છે, જેથી બુટલેગરો અને પોલીસની આવકમાં કોઈ ફેર પડતો નથી.વહીવટદારો દ્વારા દારૂ સપ્લાયર્સને ચોક્કસ રૂટની સૂચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે તે પોલીસ સ્ટેશનના વહીવટદારને સ્થાનિક વિસ્તારમાં પોલીસના ચેકિંગ પોઈન્ટની પૂરતી માહિતી હોય છે.
- લઠાકાંડ વચ્ચે વડોદરામાંથી
- ઈંગ્લિશ દારૂની 16 હજાર બોટલ ઝડપાઈ: 1 કરોડનો માલ જપ્ત
- SMCએ રેડ કરીને પેટીઓના ડગલા મળ્યા
સિટી ન્યૂઝ@વડોદરા
ભાવનગર સર્જાયેલા લઠાકાંડમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના જીવ ગયા છે અને ૩ લોકોની સારવાર ચાલી રહી છે. તેની વચ્ચે જ વડોદરામાં સ્થાનિક પોલીસને ઉઘતી રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી ૧૩ હજાર દારૂની બોટલ ઝડપી પાડી. જો કે, આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીલકંદ વિલા ફ્લેટમાં ઈંગ્લિશ દારૂના ચાલી રહેલા કટિંગ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો. ઘટનાસ્થળ પરથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની ૧૭,૩૬૪ દારૂની બોટલ મળી આવી. આ ઉપરાંત બોટલો પીકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ સહિત ૧ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. લાખોના દારૂ કેસમાં નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવ્યું છે. ઉપરાંત ચાર વાહનોના માલિક, દારૂ મોકલનાર અને કટિંગ સમયે સ્થળ પરથી નાસી ગયેલા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.