લોઠડામાં સગાઈના એક માસ પૂર્વે જ હિટ એન્ડ રનમાં શ્રમિકનું મોત
» આંટો મારવા નીકળ્યો હતો : અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના લોઠડા ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મૂળ બિહારના વતની અને હાલ લોઠડા ગામે ડાયમંડ કંપનીની ઓરડીમાં રહીને શિવ કાસ્ટિંગ કારખાનામાં મજૂરી કામ કરતા સોના ગોપાલભાઈ યાદવ ઉ.વ.૨૮ નામના યુવાનનું કારની ઠેકરે મોત નિપજતાં શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ બુધવારની રજા હોવાથી આંટો મારવા નીકળ્યો હતો લોઠડા ગામ પાસેથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ફંગોળાઈ ગયો હતો અને કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો ગંભીર હાલતમાં સોના નામના યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વહેલી સવારે તેણે દમ તોડ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી યુવાન પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. આગામી ૧૫ તારીખે વતનમાં તેની સગાઈ નક્કી થઈ હોવાથી તે બિહાર જવાનો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તે પૂર્વે જ કાળ આંબી જતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.