Loading Please Wait !!!
માં શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા કાલે નવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન

  • સંતો-મહંતો અને દાતાઓની હાજરીમાં સાત દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

સિટી ન્યૂઝ@રાજકોટ : જુના મોરબી રોડ પર સતનામ પાર્ક સ્થિત માં શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા કાલે રેસકોર્ષ મેદાનમાં શ્રી નરભેરામભાઈ પાનાંચંદ મહેતા ખાતે નવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોઉત્સવનું આયોજન કરાયું છે.આ અંગેની માહિતી આપવા માટે પ્રમુખ પ્રજ્ઞાબેન દેશાણી, મહંત શ્રી કરશનદાસબાપુ દેસાણી, અનસુયાબેન મોરી, મહેશભાઈ રાજ્યગુરુ, ઉષાબેન મહેતા, ચંદ્રિકાબેન મહેતાએ રાજકોટ સીટી ન્યુઝની મુલાકાત લીધી હતી. 

માં શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજમાં સેવાભાવ અને સામાજિક એકતા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવા માં આવે છે આ જ અનુસંધાનમાં આ વર્ષે નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું ભવ્યઆયોજન રાજકોટ રેસકોર્સ બાલભવન ગેટ 5 ખાતે તારીખ ૯/૦૫/૨૦૨૬ ના શનિવાર ના રોજ સાંજ ના 6 કલાકે આયોજન કરવામાં આવેલ છે.છેલ્લા આઠ વર્ષે થી ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બની રહેલ છે આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા સાત દીકરીઓ ના સમૂહ લગ્નનું આયોજન કરી ને આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ બની રહેલ છે.જેમાં સાંજે ૫:૦૦ કલાકે જાન આગમન, સાંજે હસ્ત મેળાપ, સત્કાર સંમારભ, ભોજન સમારભ, રાસની રમઝટ, જાન વિદાય થશે 

આ મહોત્સવ માત્ર લગ્નનો કાર્યક્રમ નથી પરંતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવાર માટે આશાનો દીવો છે. અહીં અનેક જોડીઓ એકસાથે નવા જીવનની શરૂઆત કરશે જ્યાં દાનદાતા ઓના સહયોગથી તેમને જરૂરી ઘરગથ્થુ સામાન અને આશીર્વાદ મળશે.જ્યાં લાગણી અને સેવા મળે છે સાથે ત્યાં અનેક જીંદગીઓમાં ખુશી નો જન્મ થાય છે.