સ્વ. મધીબેન જીંજાની પુણ્યતિથિ નિમિત્તે સ્લમ વિસ્તારમાં કેરી વિતરણ
» રાજુ જીંજાના માતાની ૨ મી પુણ્યતિથિ નિમિત્તે અનોખું સેવાકાર્ય હાથ ધરાયું
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના સામાજિક કાર્યકર રાજુ જીંજાના માતા સ્વ. મધી મોંઘા જીંજાની ૨ મી પુણ્યતિથિ નિમિત્તે શહેરમાં એક અનોખું અને પ્રેરણાદાયક સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફળોના રાજા સમાન કેરીનું વિતરણ કરી તેઓના ચહેરા પર ખુશી લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કરાયો હતો.
આ સેવાહીન કાર્ય દરમિયાન સ્લમ વિસ્તારના બાળકોના ચહેરા પર સ્મિત અને ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ગરીબ બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો અને સ્વ. મધી જીંજાના સંસ્કારો તથા માનવ સેવાના મૂલ્યોને સમાજમાં લાંબા સમય સુધી જીવંત રાખવાનો હતો. કાળઝાળ ગરમીમાં બાળકોને મીઠી કેરી મળતા તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
આ સેવાકાર્ય અંગે પોતાનો પ્રતિભાવ આપતા રાજુ જીંજાએ જણાવ્યું હતું કે, બાળકોને ખાવા માટે ભલે ૧ કેરી જ મળી હતી, પરંતુ તેમના ચહેરા પર જોવા મળેલી ખુશી તેનાથી અનેકગણી મોટી હતી. સમાજના છેવાડાના માનવી અને ગરીબ બાળકોને મદદરૂપ થવાના આ ઉમદા કાર્યમાં રાજુ જીંજાની સાથે કરણ જીંજા અને શિવાંશ જીંજા પણ સક્રિયપણે જોડાયા હતા અને બાળકોને પોતાના હાથે કેરીનું વિતરણ કર્યું હતું.