Loading Please Wait !!!
ધુણતી મહિલાને પત્રકારે મેથીપાક ચખાડતા ભૂત-પ્રેત ભાગી ગયું?

  • બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધૂણ્યા; ભૂત-પ્રેત...આવ્યા
  • અંધશ્રદ્ધા ફેલાવવી હોત તો રાજકોટ આવત જ નહીં : ધીરેન્દ્ર શાસ્ત્રી

સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના આંગણે આયોજિત ભવ્ય 'સનાતન સેતુ હનુમાન કથા'ના ત્રીજા દિવસે એક અભૂતપૂર્વ અને ભવ્ય લોક દરબાર (દિવ્ય દરબાર)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સાંભળવા અને તેમના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને અનુયાયીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દિવ્ય દરબાર દરમિયાન ઉપસ્થિત ભક્ત સમુદાયને સંબોધિત કરતા ધર્મ, ભક્તિ અને સમાજસેવા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ સંદેશા આપવામાં આવ્યા હતા. દરબારમાં ભાવિકોને પ્રેરણા આપતા જણાવવામાં આવ્યું હતું કે, "પ્રભુ ભલે સપનામાં હોય કે દિલમાં, તેઓ હંમેશા પોતાના સાચા ભક્તોની સાથે જ રહે છે. ઈશ્વર પરનો અડગ વિશ્વાસ જ માણસને દરેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે.

ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ હિન્દુ પોતાના આક્રમક અને સ્પષ્ટ વક્તા તરીકેની શૈલી માટે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુત્વ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતમાં જન્મેલો પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે. તેમણે સનાતન ધર્મની એકતા અને સમરસતા પર ભાર મૂકીને સમાજને સંગઠિત થવા આહવાન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વિરોધ અને અંધશ્રદ્ધાના આરોપો સામે બાબા બાગેશ્વરે રાજકોટની ધરતી પરથી જ ગર્જના કરતા વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે: "જો મારે અંધશ્રદ્ધા જ ફેલાવવી હોત, તો હું રાજકોટ ક્યારેય ન આવ્યો હોત. સનાતન ધર્મ એ વિજ્ઞાન અને સંસ્કારોનો સમન્વય છે, તેમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી."

વિજ્ઞાન જાથા કોર્ટમાં જશે તો અમે અમારો પક્ષ ચોક્કસ રજૂ કરશું : આયોજક મંગેશ દેસાઈ

સનાતન સેતુ કથાના આયોજક મંગેશ દેસાઈએ નિવેદન આપતા કહ્યું, કોર્ટમાં અમે અમારી રજૂઆત તેની ફરિયાદ સામે ચોક્કસ કરીશું. આયોજક સમિતિ કે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ કોઈને ધુણવા આમંત્રણ આપ્યું ન હતું માત્ર તેઓ મંત્ર બોલ્યા અને કેટલાક લોકો ધુણવા લાગ્યા હતા. વિજ્ઞાન જાથા એક NGO છે એમને વિજ્ઞાનનો પ્રચાર કરવાનો હોય છે અને એમાં અમે તેમને ટેકો આપીએ છીએ. પરંતુ વિજ્ઞાન પણ આપણા વેદોમાંથી જ ઉભું થયું છે અને આદિ અનાદિ કાળથી દરેક ધર્મમાં ધુણતા લોકો હોય છે એમાં કોઈ વિવાદની વાત છે નહિ.