Loading Please Wait !!!
માલવીયાનગર પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગ્યો; અંતે હાથમાં આવ્યો

=> સુરક્ષા પર સવાલ; મહિલાએ આપેલું સોનું પરત નહીં આપતા પોલીસ ઉપાડી લાવી હતી ?

=> આરોપીની હિંમત તો જુઓ: ભાગી જતા પોલીસને થોડીવાર તો પરસેવો છૂટી ગયો ?

સિટી ન્યૂઝ@રાજકોટ

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. મહિલાના દાગીના પડાવી લેવાના કેસમાં પકડાયેલા આ શખ્સને પોલીસે પૂછપરછ માટે સ્ટેશનમાં લાવ્યો હતો. માહિતી મુજબ, એક વેપારીએ મહિલાથી સોનું લીધું હતું પરંતુ પરત ન આપતા પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસની નજર ચૂકવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પોલીસે તાત્કાલિક સચેત બનીને પીછો કરીને મહા મહેનતે આરોપીને ફરી પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આ બનાવને લઈને પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે, જ્યારે બીજી તરફ આરોપીને ફરી ઝડપી લેવાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.