Loading Please Wait !!!
પૂ. વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં 5 દિવસીય મનોરથ મહોત્સવ યોજાશે

» 10 થી 14 જૂન દરમિયાન VYO શ્રીનાથ ધામ હવેલી ખાતે ભવ્ય આયોજન

» રોજ સાંજે 6:30 વાગ્યે વિવિધ મનોરથ અને સવારે દુગ્ધાભિષેક દર્શન થશે

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટના મોટા મવા રોડ પર આવેલી VYO શ્રીનાથ ધામ હવેલી ખાતે આગામી ૧૦ થી ૧૪ જૂન દરમિયાન વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની મંગલ ઉપસ્થિતિમાં ભવ્ય મનોરથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૫ દિવસીય મહોત્સવમાં રાજકોટના શહેરજનો અને વૈષ્ણવોને વિવિધ ધાર્મિક દર્શન તથા આશીર્વાદનો અલૌકિક લહાવો પ્રાપ્ત થશે.

કાર્યક્રમની રૂપરેખા મુજબ, ૫ દિવસ દરમિયાન રોજ સાંજે ૬:૩૦ કલાકથી ઠાકોરજીના સુખાર્થે ભવ્યાતિભવ્ય નાવ-મનોરથ, માનસી ગંગા, કમલ તલાઈ, ગુલાલ કુંડ અને આમ્રકુંજ મનોરથના દર્શનનો લાભ મળશે. આ ઉપરાંત, રોજ સવારે મંગળા દર્શનમાં પૂ. વ્રજરાજકુમારજી દ્વારા ગિરિરાજજી પ્રભુને વિશેષ દુગ્ધાભિષેક કરવામાં આવશે. મહોત્સવના વિશેષ આયોજન અંતર્ગત ૧૩ જૂન (શનિવાર) ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે વૈષ્ણવોના ઠાકોરજી પુષ્ટ કરવામાં આવશે. જ્યારે ૧૪ જૂન (રવિવાર) ના રોજ સવારે ૭:૦૦ કલાકે હવેલીમાં ઠાકોરજી સમક્ષ પૂ. વ્રજરાજકુમારજી દ્વારા બ્રહ્મસંબધ દીક્ષા અપાશે અને સાંજે ૬:૩૦ કલાકે અતિ ભવ્ય 'આમ્રકુંજ' મનોરથના દર્શન યોજાશે.

વૈષ્ણવો પૂજ્ય આચાર્યની મુલાકાત અને આશીર્વાદ દરરોજ બપોરે ૧૧:૧૫ થી ૧૨:૧૫ અને સાંજે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન લઈ શકશે. આ મહોત્સવ અંગે વધુ વિગતો માટે ૯૩૧૬૨ ૫૩૪૨૩ નંબર પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઈવનિંગ પોસ્ટના સીનીયર સીટીઝન માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ

સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટ માં તા. ૦૮/૦૬/૨૬ ને સોમવાર ના રોજ ૫:૩૦ કલાકે "રાધે મ્યુઝિકલ ગ્રુપ" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૦૯/૦૬/૨૬ ને મંગળવાર ના રોજ ૫:૩૦ કલાકે "મેલોડી માસ્ટર્સ મ્યુઝિકલ ગ્રુપ" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૧૦/૦૬/૨૬ ને બુધવાર નાં રોજ ૫:૩૦ કલાકે "શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૧૧/૦૬/૨૬ ને ગુરુવાર નાં રોજ ૫:૩૦ કલાકે "હનુમંત ફાઉન્ડેશન" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૧૨/૦૬/૨૬ ને શુક્રવાર નાં રોજ ૫:૩૦ કલાકે "વન મેન શો" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૧૩/૦૬/૨૬ ને શનિવાર નાં રોજ ૫:૩૦ કલાકે "મહાદેવ સોશિયલ ગ્રુપ" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. ૧૪/૦૬/૨૬ ને રવિવાર નાં રોજ ૫:૩૦ કલાકે "દિલ સુંદર ગ્રુપ" દ્વારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તો તમામ સરગમ ક્લબના ઈવનિંગ પોસ્ટના સભ્યોએ આઈકાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજિયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. તમામ મેમ્બરે સફલ બનાવવા આપવી. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્ટના ઈન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઈન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરેશભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોનેજી, ઈંટુભાઈ સવાણી, સોનલબેન બોસમીયા, ડૉ. પલકિત બક્ષી, સુરેશચંદ્ર એન વ્યાસ, બિપિનભાઈ ઠાકર, દિલીપભાઈ સોની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.