મનપાના 2 લાખના 1 BHK આવાસ માટે 2361 ઓનલાઈન ફોર્મ ભરાયા
- 2 BHK આવાસના 6 ખાલી ફ્લેટ માટે 724 અને 3 BHK આવાસ માટે 693 ફોર્મ ભરાયા
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા રૂા. બે લાખની કિંમતવાળા અને એલઆઇજી, એમઆઇજી આવાસ વેંચાણ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા બાદ આજ સુધીમાં ર૩૬૧ ફોર્મ ર બીએચકેના ૭ર૪ તથા ૩ બીએચકેના ૬૯૩ સહિત કુલ ૩૭૭૮ ફોર્મ જમા થયા છે.
કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ બાદ ડ્રોથી ફાળવણી કરવામાં આવશે તેમ આવાસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. મહાપાલિકા દ્વારા ૧૬ વર્ષ પહેલા પોપટપરા અને બીશપ હાઉસ પાછળ ૧ બીએચકે ર-લાખના ૧૦પ૭ કવાર્ટર બનાવવામાં આવ્યા હતા. દરમ્યાપન હવે રૂા. બે-બે લાખમાં આ ફલેટ વેંચવા લાયકાતના ધોરણે અરજીઓ મંગાવવામાં આવતા અંતિમ દિવસ સુધીમાં ૧૦પ૭ ૧ બીએચકે ફલેટ સામે ર૩૦૦થી વધુ અરજી આવી છે.
જયારે મવડી પાળ રોડ પર આવેલ ર બીએચકેના ખાલી ૬ સામે ૭ર૪ તથા નાના મવા રોડ, વિમલનગર, દ્વાકાધીશ હાઇટસની સામે, મવડી પાળ રોડ પર આવેલ ૩ બીએચકેના ૧૭ સામે ૬૯૩ અરજીઓ આવી છે. આમ કુલ ૩૭૭૮ ફોર્મ ઓનલાઇન કાલે અંતિમ દિવસ સુધીમાં આવ્યાન છે. અરજદારોના ફોર્મની ચકાસણી બાદ માન્યસ રહેલા ફોર્મમાંથી ટુંક સમયમાં ડ્રો કરવામાંઆવશે તેમ સુત્રોએ જણાવ્યુન હતું.