Loading Please Wait !!!
મનપાના નવા પદાધિકારીઓને રાવળ સમાજની શુભેચ્છા

» મેયર નેહલ શુક્લ સહિતના 5 પદાધિકારીઓને પાઠવી અભિનંદન » રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા સન્માન

રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા મનપાના નવા હોદ્દેદારોને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાવળ સમાજ દ્વારા રાજકોટના નવા મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણિયા તેમજ દંડક સંજયસિંહ રાણાની વરણીને ઉમળકાભેર વધાવી લેવામાં આવી હતી. આ તમામ પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર સર્વાંગી વિકાસના નવા શિખરો સર કરે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નવનિયુક્ત પદાધિકારીઓને તેમના કાર્યકાળ દરમિયાન સફળતા, ઉત્તમ આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટેની આ શુભકામનાઓ સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ બોરાણા, રાજુ બોરાણા, નરેશ ગેર, સુનિલ પેથાણી, હિતેશ પેથાણી, લક્ષ્મણ પરમાર, અમુ સોઢા, ધર્મેશ સોઢા, અંકિત બોડા, મેહુલ જોગિયાણી, જગદીશ બોડા, મુકેશ ભોજક અને જયેશ ચૌહાણ સહિતના તમામ આગેવાનો દ્વારા સંયુક્ત રીતે પાઠવવામાં આવી હતી.