Loading Please Wait !!!
મનપાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની શુભેચ્છા


સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય અને પંચાયતી રાજના અધ્યક્ષ ઉદય કાનગડે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમણિયા અને દંડક સંજયસિંહ રાણાની વરણી બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભાજપ શાસિત રાજકોટ મનપાના નેતૃત્વ હેઠળ શહેરમાં રોડ-રસ્તા, ફ્લાયઓવર, પાણી પુરવઠા અને સ્વચ્છતા સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શહેરના સર્વાંગી વિકાસમાં મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવનિયુક્ત પદાધિકારીઓના અનુભવી અને સેવાભાવી નેતૃત્વ હેઠળ રાજકોટ વિકાસની નવતર દિશામાં આગળ વધશે.

ટીમ ભાવના અને નવી ઊર્જા સાથે કાર્ય કરી, શહેરને વધુ સ્વચ્છ અને સુવિધા સભર બનાવી જનઆકાંક્ષાઓ પૂર્ણ કરવામાં ચોક્કસ સફળતા મળશે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના "સબકા સાથ સબકા વિકાસ" ના મંત્રને સાકાર કરવા ભાજપના તમામ જનપ્રતિનિધિઓ કાર્યરત છે. "સેવા એ જ સંગઠન" ના ભાવ સાથે કાર્ય કરી રહેલું રાજકોટ આજે વિકાસ અને સુશાસનનું મજબૂત મોડેલ બની રહ્યું છે. અંતમાં તેમણે તમામ નવી ટીમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.