Loading Please Wait !!!
દુલ્હને ઘરેણાં વિના કર્યા લગ્ન

 

  • સોનાના ભાવ વધી ગયા એટલે
  • સોનાના ભાવે બદલાવી પરંપરા

સીટી ન્યૂઝ@નવી દિલ્હી

સોશિયલ મીડિયા પર એક દુલ્હનનો શૃંગાર ચર્ચામાં છે. સામાન્ય રીતે લગ્નના મંડપમાં તૈયાર થયેલી દુલ્હન સોના-ચાંદીના આભૂષણોથી લદાયેલી હોય. આજકાલ સોનાના ભાવ વધી ગયા હોવાથી દુલ્હનો સાચા દાગીનાને બદલે નકલી દાગીનાનો ઠાઠ કરતી હોય છે, કારણ કે દુલ્હન તો સોળે શણગાર સજેલી જ હોવી જોઈએ એવી માન્યતા છે. જોકે એક કન્યાએ પોતાના લગ્નના દરેક ફંક્શનમાં એક પણ ઘરેણું પહેર્યું નહોતું. અસલી કે નકલી કોઈ જ નહીં. સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા હોવાથી દુલ્હને નક્કી કર્યું હતું કે તે દાગીના પર બિનજરૂરી ખર્ચ નહીં કરે. તેણે પોતાનાં જ લગ્નમાં શરીર પર એક પણ ઘરેણું ન પહેરવાનું નક્કી કર્યું હતું. એ જોઈને જાણેવાઓ પણ દંગ રહી ગયા હતા. જોકે સાદી-સિમ્પલ હેરસ્ટાઈલ અને રોયલ કપડાંમાં સજ્જ દુલ્હને પોતાના સ્માઈલને જ પોતાનું ઘરેણું બનાવીને મહેમાનોનાં દિલ જીતી લીધા હતાં.