Loading Please Wait !!!
મેયર, સ્ટે.ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક શાસક પક્ષ નેતાની ગાડીના હૂટર ગેરકાયદેસર

=> ગતવર્ષમાં RTOએ લેખિતમાં કહ્યું હતું કે, ગાડીમાંથી હૂટર હટાવો

=> પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર ટીકુભા, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા વિક્રમ પૂજારા, પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, ફાયર ચેરમેન દિલીપ લુણાગરિયા 5 વર્ષ સુધી કાયદા વિરૂદ્ધ રહ્યા

=> RTO કચેરીએ 4 એપ્રિલ 2025ના રોજ મનપાના ચીફ ઓફિસરને લેખિતમાં જણાવ્યું હતું

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં VIP વાહનો પર સાયરન અને લાલબત્તી લગાવવાના મુદ્દે સ્પષ્ટ નિયમો લાગુ છે. તાજેતરમાં લોકોમાં ફરી પ્રશ્ન ઊઠ્યો છે કે શું મેયર પોતાની સરકારી કાર પર સાયરન અથવા હૂટર લગાવી શકે?
મોટર વ્હીકલ નિયમો અનુસાર, રાજકીય પદાધિકારીઓ જેમ કે મેયર, MLA અથવા અન્ય અધિકારીઓને પોતાની કાર પર સાયરન લગાવવાની મંજૂરી નથી. ૨૦૧૭માં કેન્દ્ર સરકારે VIP કલ્ચર ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેના મુજબ હવે માત્ર ઇમરજન્સી સેવાઓને જ આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.

કાયદા મુજબ, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને જ સાયરન અને ફ્લેશિંગ લાઈટ્સનો ઉપયોગ કરવાની છૂટ છે.

જાહેર માહિતી મુજબ, ઘણા રાજ્યોમાં કેટલાક નેતાઓએ બેકન લાઈટના બદલે સાયરન લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાફિક વિભાગે તેને પણ ગેરકાયદેસર ગણાવી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ નિયમો સમગ્ર દેશમાં લાગુ પડે છે, એટલે ગુજરાતમાં પણ મેયર પોતાની કાર પર સાયરન લગાવી શકતા નથી.