નિધિ સ્કૂલ દ્વારા આયોજિત નિઃશુલ્ક સેવા પ્રકલ્પ છાસ કેન્દ્રમાં છાસ વિતરણ કરતા અગ્રણીઓ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર મધ્યે આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગોવર્ધન ગૌશાળા ના સહયોગથી છેલ્લા ૨૪ દિવસથી નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જેનો લાભ ગાંધીગ્રામ વિસ્તારના ૫૦૦ થી પણ વધુ લોકો દરરોજ ૫૦૦ લીટર છાશ દરેક પરિવારે એક લીટર છાશ મુજબ વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્રમાં છાશ વિતરણ કરતા પ્રદેશ ભા.જ.પા અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ યુવા અગ્રણી ખુર્શીદ સુમા, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ આહીર, યુવરાજસિંહ ચુડાસમા (પ્રમુખ, ન્યુ મહાવીરનગર સોસાયટી), ડીમ્પલબેન બલભદ્ર (રાષ્ટ્રીય સેવિકા સમિતિ), ગૌરવ મહેતા, પ્રિતભાઈ ધાધલ આજ રોજ ઉપસ્થિત રહી છાશ વિતરણ કરેલ હતું આ છાશ કેન્દ્ર આગામી તારીખ ૩૦ મે સુધી ચાલુ રહેનાર છે, સવારે ૧૦:૩૦ થી છાશ વિતરણ પ્રારંભ થતો હોય જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે, આ સેવા પ્રકલ્પ છાશ કેન્દ્રનું સંચાલન યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નિરવ વ્યાસ, પ્રશાંત સિંધવ, વિશાલ ચાવડા તેમજ તેમના મિત્રમંડળ દ્વારા કરવામાં આવે છે.