પેથાપુરમાં બનેલી ઘટનામાં અતિશય રક્તસ્ત્રાવથી 17 વર્ષીય સગીરાએ જીવ ગુમાવ્યો
- ગાંધીનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનું મોત
સિટી ન્યૂઝ@ગાંધીનગર
રાજ્યના પાટનગરમાં જ મહિલા સુરક્ષાનો છેદ ઉડાડતી ઘટના સામે આવી છે. ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનનાર ૧૭ વર્ષીય સગીરાનું મોત થયું છે. સગીરાને દુષ્કર્મ બાદ અતિશય રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. જે બાદ તેને સારવાર માટે અલગ અલગ ૪ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ વધુ પડતો રક્તસ્ત્રાવ થવાને કારણે સગીરા જિંદગી સામેની જંગ હારી ગઈ હતી અને તેણીએ દમ તોડ્યો હતો. મૃતક સગીરાના પિતાની ફરિયાદ મુજબ પેથાપુરમાં રહેતા દિશાંત શર્મા નામના શખ્સ સામે દુષ્કર્મ આચર્યું હતું.
પિતાના જણાવ્યા અનુસાર આરોપી સગીરાને અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેને અતિશય રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ
બાદ સગીરાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અલગ અલગ ચાર હોસ્પિટલ બદલી તેને સારવાર અપાઈ હતી. છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો અને તેનું મૃત્યુ નિપજ્યુ છે. હાલ પિતાએ આરોપી દિશાંત શર્મા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે
પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કોઈપણ ગેસ્ટ હાઉસ કે હોટલમાં આધારકાર્ડ વિના એન્ટ્રી ન આપવાના સખત નિયમો હોવા છતાં આરોપી સગીરાને કેવી રીતે ગેસ્ટહાઉસમાં લઈ જઈ શકી.
ઓરિજનલ આઈડી મુક વિના એન્ટ્રી ન આપવાનો કાયદો હોવા છતાં સગીરાને કેવી રીતે આરોપી લઈ જઈ શક્યો. બીજુ તરફ શું ગેસ્ટ હાઉસના સંચાલકે ઓળખપત્ર વિના જ સગીરાને જવા દીધી હતી કે આંખ આડા કાન કર્યા હતા. જાણતા હોવા છતાં સગીરા છે તો ગેસ્ટહાઉસમાં એન્ટ્રી કેવી રીતે આપવામાં આવી? આ તમામ સવાલોનો જવાબ પોલીસની સઘન પૂછપરછ બાદ જ સામે આવશે. હાલ પિતાની ફરિયાદ લઈ પોલીસે આરોપી દિશાંતને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.