Loading Please Wait !!!
પીપળી સ્ટેશન પર 31 જુલાઈ સુધી નહીં રોકાય ઓખાભાવનગર એક્સપ્રેસ

» ફૂટ ઓવર બ્રિજ અને નવા પ્લેટફોર્મના નિર્માણ કાર્યના પગલે લેવાયો નિર્ણય

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન (વિકાસ) ના હેતુથી ફૂટ ઓવર બ્રિજ (FOB) અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત કાર્યના પગલે ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ (ઠેરાવ) અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યું છે.

ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખાભાવનગર એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ, જે અગાઉ ૩૧ મે, ૨૦૨૬ સુધી રદ કરવામાં આવ્યું હતું, તે હવે લંબાવીને ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી કરવામાં આવ્યું છે.

રેલ પ્રકાશન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત અદ્યતન માહિતી માટે કૃપા કરીને ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.

=> રાજકોટવેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી ધોરણે 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે

મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ વધારાના કોચની વિગતો નીચે મુજબ છે.

૧) ટ્રેન સંખ્યા ૫૯૨૧૧ રાજકોટવેરાવળ લોકલલમાં તારીખ ૦૨.૦૬.૨૦૨૬ થી ૦૧.૦૮.૨૦૨૬ સુધી ૦૨ વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
૨) ટ્રેન સંખ્યા ૫૯૨૧૨ વેરાવળરાજકોટ લોકલલમાં તારીખ ૦૩.0૬.૨૦૨૬ થી ૦૨.૦૮.૨૦૨૬ સુધી ૦૨ વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

આ વ્યવસ્થાના પરિણામે હવે આ ટ્રેનોમાં ૯ જનરલ કોચના સ્થાને કુલ ૧૧ જનરલ કોચ ઉપલબ્ધ રહેશે, જેનાથી મુસાફરોને વધારાની સુવિધા અને વધુ મુસાફરી ક્ષમતા મળશે.

મુસાફરોને વિગતવાર માહિતી માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી છે.