Loading Please Wait !!!
સૌરાષ્ટ્રમાં વાદળોએ મૌન તોડ્યું: 3થી 10 ઇંચ વરસાદ

વઢવાણનો ધોળી ધજા ડેમ, ચુડાનો વાંસદ ડેમ ઓવરફ્લો

લખતરમાં 9 ઇંચ, વઢવાલ-ચુડામાં 8 ઇંચ

સિટી ન્યૂઝ@રાજકોટ

આજે સવારે કઠી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૨૧૩ તાલુકામાં સૌથી વધુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ૭ ઇંચ તો વઢવાણમાં ૬.૧૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઇંગરોલી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.દેવળીયા અને ધણાઈ સહિતના

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાસાવાડ ની નદી બે કાંઠે જોવા મળી. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા હાલ કોઝવે પર રાહદારીઓ, વાહનચાલકોએ નજવા સરપંચ સહિત વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં

આવી. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં વરસાદ પડતા ડેભોલ નદી વહે છે, જે જાદર થઈને સપતેશ્વર પાસે સાબરમતી નદીને મળે છે. ત્યારે આજે બપોરે ઇડરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસતા ડેભોલ નદીમાં પાણી આવ્યું હતું.

આ પાણીના પ્રવાહમાં પાર્ક કરેલ કાર તણાઈ હતી.સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી સમાન વઢવાણ ભોગાવા-૨ (ધોળીધજા) ડેમ ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં ૦.૧ ફૂટથી ઓવરફ્લો થયો છે, જેને પગલે તંત્ર દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપર શહેર સહિત મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ જેવા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને હાઈ એલર્ટ કરી પશુપાલકો અને સ્થાનિકોને નદીપથથી દૂર રહેવા તથા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

તાલુકો વરસાદ (ઇંચ) તાલુકો વરસાદ (ઇંચ)
ધ્રાંગધ્રા 6.89 ગરુડેશ્વર 3.23
વઢવાણ 6.18 કાસલલાલ 2.87
મોરબી 5.28 નાંદોદ 2.87
હળવદ 4.92 ઓલપાડ 2.60
લખતર 4.49 કપડવંજ 2.56
ટંકારા 4.25 થાનગઢ 2.56
માળીયા 4.21 ચોટીલા 2.32
તિલકવાડા 4.09 સાયલા 2.28
મુલી 3.66 નાનાપોંઢા 2.09
ચૂડા 3.66 ઝઘડિયા 2.05