શાપરમાંથી 756 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
સીટી ન્યૂઝ@રાજકોટ
શાપરમાંથી ૭૫૬ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો રાજકોટ જીલ્લામાં SAY NO TO DRUGS અંતર્ગત કાર્યવાહી કરવાની સુચના અન્વયે રૂરલ એસઓજી પીઆઈ પારગીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે શાપરના મફતીયાપરા બુદ્ધનગર કાસુગા ગેટની અંદર ભંગારના ડેલાની બાજુમાં આવેલ કેબીનમાં શખ્સ ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી કેબીનમાં બેઠેલા શખ્સનું નામઠામ પૂછતા પોતે મૂળ યુપીનો હાલ શાપરમાં રહેતો રેહાન ઉર્ફે ભુરો અરમાન સૈયદ હોવાનું જણાવેલ જેથી પોલીસે તેની ઝડતી લેતા ૩૭,૮૦૦ રૂપિયાનો ૭૫૬ ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે ગાંજો અને ૨૦ હજારનો મોબાઈલ સહીત કુલ ૫૭,૮૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી શાપર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ગાંજો ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી વેચાણ કરતો હતો તે અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.