Loading Please Wait !!!
રાજકોટ જી.પં. ઉપપ્રમુખ સામતભાઈ બાંભવાનું રાજકોટ ભરવાડ સમાજ દ્વારા સન્માન

 

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતની કોલીથડ બેઠક ઉપરથી ચૂંટાયેલા ભરવાડ સમાજના અગ્રણી સામતભાઈ બાંભવાનું રાજકોટ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. સામતભાઈ બાંભવાનું રાજકોટ ભરવાડ સમાજ દ્વારા પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરવાડ સમાજના આગેવાનો ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જીંજા, રણજીતભાઈ ગુંધવા, લાલાભાઈ ગીર, ભરતભાઈ મકવાણા, બાબુભાઈ માટીયા, નારણભાઈ લાંબરીયા, ગોપાલભાઈ સરસીયા, ગોપાલભાઈ ગોલતર, જગાભાઈ વકાતર, રામભાઈ પીઠ, રૈયાભાઈ બાંભવા, મેહુલભાઈ ગમારા, પારસભાઈ ખીંટ, નીલેશભાઈ ભગત, સુનીલભાઈ ચાવડીયા, પારસભાઈ ખીંટ, હિરિનભાઈ ખીંટ, મહેશભાઈ બાંભવા, સંજયભાઈ કાટોડીયા, ભરતભાઈ બાંભવા, બાલાભાઈ સભાડ, પોપટભાઈ ટોળીયા, વિદાભાઈ બોદલીયા, જીલાભાઈ સુસરા, વાદાભાઈ બાંભવા, લાલાભાઈ ખીંટ વગેરે સન્માન કાર્યક્રમમાં જોડાયા હતા.