Loading Please Wait !!!
હોર્ન મારવા મામલે ભાજપ અગ્રણીની પત્ની અને પુત્ર વધૂની કાર આંતરી હુમલો

  • ત્રણ યુવતીઓએ અન્ય ચાર શખ્સોએ બોલાવતા પુત્ર વધૂને શરીરે ખરાબ સ્પર્શ કર્યો: ગાંધીગ્રામમાં ફરિયાદ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં લૂખ્ખાઓ બેફામ બન્યા હોય તેમ ભોમેશ્વર પાસે હોર્ન મારવા મામલે કાર આંતરી સાસુ - વહુ ઉપર ત્રણ યુવતી સહિતની ટોળકીએ ટીકાપાટુનો માર મારી પુત્રવધુની શરીરે એક શખ્સે સ્પર્શ કર્યાની અને મારામારીમાં તેનો સોનાનો ચેઈન પડી ગયાની ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટના રેલનગરમાં રહેતા ભાજપ આગેવાન દાનાભાઈ કુંભલની પત્ની ભાવનાબેન કુંભલએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ત્રણ યુવતીઓ સહીત સાત શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેની કાર લઈ તેની બે પુત્રવધુ અને પૌત્રી સહીતના યાજ્ઞિક રોડ પર ખરીદી કરવા ગયા હતા ત્યાંથી પરત કારમાં બેસી ઘરે આવતા હતા તે દરમ્યાન બજરંગવાડી નજીક મોપેડમાં ત્રીપલ સવાર યુવતી આગળ જતી હોય હોર્ન મારતા તેને કાર ઉભી રખાવી કાર ચાલક પુત્રવધુના વાળ પકડી મારકુટ કરી હતી તેને સમજાવવા જતા ભાવનાબેનને પણ મારફટ કરી ફોન કરી કોઈને બોલાવતા અન્ય ચાર શખ્સો ધસી આવ્યા હતા અને ઝઘડો કરી તેની પુત્રવધુના શરીરે સ્પર્શ કરી હાથ પકડ્યો હતો અને ઝપાઝપીમાં તેનો ૧૮ ગ્રામનો સોનાનો ચેઈન પડી ગયો હતો દેકારો થતા લોકો એકઠા થઈ જતા તેને પોલીસને બોલાવી હતી પરંતુ પોલીસ આવે તે પહેલા તમામ શખ્સો નાસી છૂટ્યા હોવાનું જણાવતા પીઆઈ ગઢવી સહિતે ગુનો નોંધી સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.