Loading Please Wait !!!
જસદણ-વિંછિયામાં જુગાર રમતા 12 ઝડપાયા, 1 ફરાર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લામાં દારુ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે જસદણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે વૃંદાવન સોસાયટીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા કૌશિક અશોક ગોહેલ, હસમુખ બીપીન નિત્યાનંદ, હાર્દિક નિલેશ દેવમોરારી, મયુર ઉકા ગળીયા, નિતેશ રમેશ સોસા અને જયદીપ નીરૂ ખાચરની ધરપકડ કરી છે જ્યારે નાસી છૂટેલા જય ઉર્ફે જેકી કાંતિલાલ સાંકડની શોધખોળ હાથ ધરી છે પોલીસે મોબાઈલ, રોકડ, બાઈક સહિત કુલ ૭૪,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઉપરાંત વિંછીયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડાયાભાઈ લવજીભાઈ ગોહિલના બંધાણી ગામે આવેલ કારખાના પાસે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે આ બાતમી આધારે દરોડો પાડતા બંધાણી ગામના રહેવાસી નારણ કરસન ગમારા, રણજીત પરબત ગોહિલ, ભરત શામજી જાદવ, સંજય આંબા મકવાણા, વિમલ હકા બારૈયા અને વનરાજ કલ્યાણ મકવાણાને જુગાર રમતા ઝડપી લઈ ૧૫,૪૧૦ની રોકડ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.