રાજકોટ મહાપાલિકાની સમિતિઓના ચેરમેનના નામો ફાઈનલ : જાહેરાત બાકી
- ફાયર સમિતિમાં કિરણ માંકડિયા, રસીલાબેન, મિતલબેન લાઠિયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં પાંચ પદાધિકારીઓની નિમણૂક બાદ હવે સમિતિમાં કોણ કોણ ચેરમેન બનશે તેની અટકળો શરૂ થઈ હતી. જેને લઈને આજે ગાંધીનગર મળેલી બેઠકમાં ૧૨ નામ ફાઈનલ થયા છે. આ પૈકી ફાયર સમિતિમાં મહિલા કોર્પોરેટરને જ ચેરમેન બનાવાશે તેવું નક્કી થઈ ગયું છે.
સમિતિઓ નક્કી કરવા માટે મનપાના પાંચેય પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ અને ત્રણેય મહામંત્રી તેમજ ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં સમિતિઓના ચેરમેન માટે નામ મુકાયા છે. ૧૫ સમિતિ પૈકી ૧૨ સમિતિના નામ નક્કી થઈ ગયા છે.
જેમાં સમાજ કલ્યાણ સમિતિમાં સાંસદ પરસોત્તમ રૂપાલાના અંગત એવા મનીષ ભટ્ટનું નામ આગળ ચાલી રહ્યું છે. જ્યારે બાંધકામ સમિતિ માટે અશ્વિન ભોરણીયાને સ્થાન મળે તેવી શક્યતા છે.
આ સિવાયના નામોમાં કીર્તિબા રાણા, મિતલબેન લાઠિયા, પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નિલેશ હેરભા, કિરણબેન માંકડિયા, અશ્વિન ભોરણીયા, કિરણબેન હરસોડા, ડો. રિંકલ મેઘાણી, રસીલાબેન સાકરિયા, ભારતીબેન પરસાણા અને સોનલબેન સેલારાના નામ ચાલી રહ્યા છે.
હજુ ત્રણ નામ નક્કી કરવાના બાકી છે. ટૂંક સમયમાં જનરલ બોર્ડ બોલાવીને સમિતિનું ગઠન કરાશે અને ત્યારબાદ સમિતિઓની બેઠક બોલાવીને ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી પણ કરી દેવાશે.
રાજકોટ મહાનગરપાલિકામાં કોઈપણ નિર્ણય શાસક પક્ષને લેવાનો હોય કે પછી કોઈ બેઠક મળતી હોય છે. તે પહેલા સંકલનની બેઠક મળે છે જેમાં શહેર પ્રમુખ, મહામંત્રીઓ હોય છે અને પદાધિકારીઓ અને કોર્પોરેટર હોય છે. ભાજપ શહેર પ્રમુખ જે નિર્ણય કરે તે જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીમાં માન્ય રાખવાનો હોય છે. જો કે હવે સંકલનની આ બેઠકની પરિભાષા પ્રદેશે બદલાવી નાખી છે. સંકલનની બેઠક હવે સંગઠન એટલે શહેર ભાજપના હોદ્દેદારો નહિ હોય.
કોણ બનશે સમિતિના ચેરમેન
-
મનીષ ભટ્ટ
-
અશ્વિન ભોરણીયા
-
કીર્તિબા રાણા
-
મીતલ લાઠીયા
-
પરેશ ઠાકર
-
નિલેશ હેરભા
-
કિરણ માંકડિયા
-
કિરણ હરસોડા
-
ડો.રીંકલ મેઘાણી
-
રસીલાબેન સાકરીયા
-
ભારતીબેન પરસાણા
-
સોનલબેન સેલારા