Loading Please Wait !!!
રામપર બેટી પાસે ચાલુ એસટી બસે કંડક્ટરનું હદય બેસી ગયું

 

  • જામનગરના મોભીના મોતથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર રામપર બેટી પાસે ચાલુ બસે કંડક્ટરને હાર્ટએટેક આવતા તેમને હોસ્પિટલ ખસેડાતા મૃત્યુ જાહેર કરાયા હતા. તેઓ સુરત-રાજકોટ રૂટની બસમાં ચાલતી હતી ત્યારે છાતીમાં દુખાવો થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ લવાયા મૃત્યુ જાહેર કરાયા હતા. કંડક્ટરના મૃત્યુથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

જામનગરમાં બદલી પામેલા રહેતા અને એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા વિઠ્ઠલભાઈ હેમતલાલ જોગી (ઉ.વ.૫૧) કાલે સુરત-રાજકોટ રૂટની બસમાં કંડક્ટર તરીકે પોતાની ફરજમાં હતા ત્યારે બસ રામપર બેટીના પુલ પાસે પહોંચતા અચાનક છાતીમાં દુખાવો થતા ગભરામણ થવા લાગ્યું હતું. તેમની તબિયત બગડતા બસમાં જ બેભાન થઈ ગયા હતા જેથી બસ ડ્રાઇવરે બસ સીધી ઇમરજન્સી રૂમ ખાતે લઈ જઈ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મોબાઈલ ઉપર તેમની પત્નીને જાણ કરી રહ્યા હતા કે તેઓ ફરજમાંથી છુટી કાલે ઘરે આવી જશે પરંતુ તે પહેલા જ હાર્ટએટેક આવતાં જીવનયાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં વિઠ્ઠલભાઈ એસટી વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ પાંચ ભાઈ અને એક બહેનના નાના હતા. તેમના સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમના મોભીનું અચાનક મૃત્યુ થતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.