બે માસ પૂર્વે પરિચય, પ્રેમ બાદ લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ ગાંધીગ્રામ પાસેના ધરમનગર વિસ્તારમાં રહતા શખસે બે માસ પુર્વે યુવતીને પ્રમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી અન્ય યુવતી સાથે સગાઈ કરી તરછોડી દેતા યુવતીની ફરીયાદ ઉપરથી યુનીવર્સિટી પોલીસે ગુનો આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એક વિસ્તારમાં રહતી ૧૯ વર્ષીય યુવતીએ ધરમનગરના કવાર્ટરમાં રહેતો અને ભંગારનો વ્યવસાય કરતો કરણ અમરશીભાઈ વાજલીયા સામે ફરીયાદ કરી હતી. બે માસ પુર્વે ૧૯ યુવતીને કરણ સાથે પરિચય થયો હતો. સમય જતાં આ પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો, જેનો લાભ ઉઠાવી આરોપીએ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપી કરણએ યુવતીને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને આ લગ્નની લાલચ આપીને તે યુવતીને ઘરની નજીક આવેલા એક અવાવરુ વંડામાં લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચયું હતું. આ ઘટના બાદ જયારે પીડિતાએ કરણ પર લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે કરણે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધાની જાણ થતા યુવતીએ કરણને બોલાવી વાત કરતા તેને લગ્ન કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને તેને તરછોડી દિધી હતી. બનાવને પગલે યુવતીએ પોલીસમાં ફરીયાદ કરતા પીએસઆઈ બેલીમ સહિતની ટીમે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.
=> શું હવા છે? કહી રિક્ષાચાલક પર છ શખ્સોનો હુમલો, રિક્ષામાં તોડફોડ
=> ભાવનગર રોડ પર બનેલી ઘટના : થોરાળા પોલીસમાં નોંધાતો ગુનો
ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતા રિક્ષાચાલક મોસીનશા હબીબશા શાહમદાર ઉ.34 ભાવનગર મેઈન રોડ પર હતો ત્યારે માતા-પુત્રી સહિત છ શખ્સોએ ગાળો દઈ છરી-પાઈપ વડે હુમલો કરી રિક્ષામાં તોડફોડ કરતા તમામ સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોસીનશાએ નયન, ચિરાગ, મંજુબેન, મંજુબેનની પુત્રી અને અજાણી મહિલા તેમજ અજાણ્યા શખ્સ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોસીન રિક્ષા લઈને ભાવનગર મેઇન રોડ પર ગયો હતો. જ્યાં એક સ્થળે રિક્ષામાં પેસેન્જર ભરવા માટે ઉભો હતો ત્યારે કારમાં ધસી આવેલા આરોપીઓએ તેને હોર્ન હતું માર્યુ આથી તેણે પોતાની રિક્ષા આગળ સાઇડમાં લઇ ઉભી રાખી હતી આ સમયે આરોપીઓએ છરી-પાઈપ જેવા હથિયાર સાથે આવી શું હવા છે ? રિક્ષા રોડ વચ્ચે કેમ રાખી છે ? અમારે અહીં શેરીમાં વળવું છે કહી ઝઘડો કરી ! હુમલો કર્યો હતો. તેમજ પથ્થરનો ઘા કરી રિક્ષાનો કાચ તોડી નાખ્યો હતો.
આ સમયે ઝપાઝપીમાં તેના 4500 રૂપિયા પડી ગયા હતા બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી હુમલો કરી નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.