Loading Please Wait !!!
રેસકોર્સ ખાતે બાગેશ્વર હનુમંત કથામાં લોકદાયરાનું આયોજન

 

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ૩ દિવસીય બાબા બાગેશ્વર હનુમંત કથાનું ભવ્ય આયોજન કરાયું છે. કથા શ્રવણની સાથે દરરોજ સાંજે ૫ થી ૪:૪૫ વાગ્યા સુધી ભક્તો માટે લોકસાહિત્ય અને ડાયરાના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ૫ જૂન ૨૦૨૬, શુક્રવાર રોજ કથાના પ્રથમ દિવસે સી સી રોકસ્ટાર બેન્ડ અને બોલિવૂડ પ્લેબેક સિંગર ચૈતાલી છાયાનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો. ૬ જૂન ૨૦૨૬ એટલે આજે સાંજે નાટ્ય અકાદમીના પૂર્વ ચેરમેન અને જાણીતા લોકસાહિત્યકાર યોગેશ બોકસા (ગઢવી) ના ભવ્ય લોકદાયરાની રમઝટ બોલશે. અંતિમ દિવસે ૭ જૂન ૨૦૨૬, રવિવાર રોજ લોકસાહિત્યકાર દેવ લોકદાયરાનું આયોજન કરાયું છે. આ ત્રિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા રાજકોટની ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવ્યું છે.