સહેલી લેડીઝ ક્લબ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ ભાગવત સપ્તાહ
=> પાવન પુરુષોત્તમ માસ નિમિત્તે 25 મે થી 31 મે સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન
સિટી ન્યૂઝ@રાજકોટ
પવિત્ર પુરુષોત્તમ માસના શુભ અવસરે રાજકોટની જાણીતી સંસ્થા 'સહેલી લેડીઝ ક્લબ' દ્વારા શહેરના આંગણે વૃંદાવન ધામ જેવો માહોલ સર્જવા સર્વજ્ઞાતિય સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ આગામી 25 મે 2026, સોમવારના રોજ થશે અને 31 મે 2026, રવિવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. દરરોજ બપોરે 3.30 થી 7.30 વાગ્યા સુધી ભક્તિનગર સર્કલ નજીક, આનંદ નગર મેઇન રોડ પર જલજીત હોલની સામે આવેલા પૂજ્ય રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે કથા યોજાશે.
આ ભાગવત સપ્તાહમાં વિશ્વભરમાં ભાગવત કથાકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભાગવતાચાર્ય શાસ્ત્રી ડો. અનિલ ઓ. મહેતા પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું સુંદર રસપાન કરાવશે.
આ સમૂહ ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતા દત્તાણી, બ્રહ્મસમાજના અગ્રણી જયશ્રી જોશી, મનીષા પારેખ અને રાજકોટ શહેર મીડિયા ઇન્ચાર્જ નીતા વજીરના નેતૃત્વમાં સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
આ ઉપરાંત મીતા વિઠલાણી, સોનલ જીવરાજાની અને ક્રિષ્ના જીવરાજાની સહિતની ટીમ પણ આયોજનમાં સક્રિય છે. આયોજકોએ જણાવ્યું છે કે જે કોઈ ધર્મપ્રેમીજનો આ ભાગવત સપ્તાહમાં પોથીના યજમાન અથવા કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોના યજમાન બનવા ઈચ્છતા હોય, તેઓ જીતા દત્તાણી (મો. 99247 53722) અથવા જયશ્રી જોશી (મો. 98257 65224) નો સંપર્ક કરી શકે છે.