Loading Please Wait !!!
સાળંગપુરમાં કષ્ટભંજનદેવને ‘બટરફ્લાય થીમ’ના દિવ્ય વાઘા શણગાર અર્પણ

સિટી ન્યૂઝ@સાળંગપુર

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે મંગળવાર, ૨૧ જુલાઈએ પં.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવને વિશેષ 'બટરફ્લાય થીમ'ના દિવ્ય વાઘાનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. શ્વેત અને વાદળી રંગના વસ્ત્રો પર પતંગિયા, ફૂલો અને ગોતીના વર્કથી સજાવેલા આકર્ષક વાઘાએ ભક્તોનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું. આ પ્રસંગે કેળા, સફરજન, દ્રાક્ષ, ડ્રેગન ફૂટ, સંતારા, ડાડમ, ચીકુ સહિત વિવિધ ફૂલોનો ભવ્ય અંકૂટ શ્રી કષ્ટભંજનદેવને ધરાવવામાં આવ્યો હતો. સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી તથા સવારે ૦૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન કરવામાં આવી હતી. મંદિર परिसरમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર મોટી સંખ્યામાં હરિભક્તો અને દર્શનાર્થીઓએ શ્રી કષ્ટભંજનદેવના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.