રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણજારિયાનું સતવારા સમાજ દ્વારા સન્માન
રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી પામવા બદલ સતવારા સમાજે પાઠવ્યા અભિનંદન
સિટી ન્યૂઝ@રાજકોટ રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી પામવા બદલ જીતેન્દ્ર મેઘજી કણજારિયાનું સતવારા સમાજના આગેવાનો દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમાજના અગ્રણીઓએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમના ઉજ્વળ, સફળ અને લોકહિતકારી રાજકીય કાર્યકાળ માટે હૃદયપૂર્વક શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ઈશ્વર તેમને જનસેવા અને રાષ્ટ્રહિતના કાર્યોમાં સતત પ્રગતિ, સફળતા અને યશ પ્રદાન કરે તેવી મંગલ કામનાઓ પણ કરવામાં આવી હતી.