સ્કૂલમાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા મોત
સુરતમાં પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર લાઈટના થાંભલાને અડી જતા દાઝ્યો હતો
સિટી ન્યૂઝ@સુરત
સુરતના ગાનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર ૧૬માં શાળાની કથિત બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનો જીવ ગયો છે. પીટીના પિરિયડ દરમિયાન ધાબા પર ગયેલા ધોરણ-૯ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે, ધાબા પર લગાવેલા લોખંડના લાઈટના થાંભલાને અડી જતાં જ ગંભીર રીતે દાઝી ગયેલા વિદ્યાર્થીને બચાવી શકાયો નહોતો, જેના પગલે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે,ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને બેદરકાર જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.