Loading Please Wait !!!
SMCએ હલેન્ડા, ભરૂડી પાસેથી 2.14 કરોડનો દારૂ ઝડપી પાડ્યો

  • 2.78 કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ : આઠ શખ્સો વોન્ટેડ જાહેર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્યભરમાં ઘોંસ બોલાવતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શનિવારે અને રવિવારે રાજકોટ શહેર જિલ્લામાં બે દરોડા પાડી ૨.૧૪ કરોડનો દારૂ ઝડપ્યો છે ૨.૭૮ કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

રાજ્યમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીએસઆઈ જે.એસ.સીસોદીયા અને ટીમને રાજકોટના હલેન્ડા ગામ નજીક એક દારૂ ભરેલ ટ્રક હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે શનિવારે હલેન્ડા ગામ પાસે આવેલ તુલસી હોટલના પાર્કિંગમાં પડેલ ટ્રકમાંથી લીક્વીડ ડીટર્જન્ટ બેગની આડમાં છુપાવેલ દારૂની ૫૨૮૦ બોટલ ૧૩.૧૪ લાખ અને ટ્રક સહિત ૬૯.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત હતો. જો કે દરોડા દરમિયાન ટ્રક ચાલક, દારૂનો રીસીવર, ટ્રક માલિક સહિતના ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત એસએમસીના પીઆઈ આર. કે. કરમટા અને પીએસઆઈ વી. એન. જાડેજાએ ચોક્કસ બાતમી આધારે રવિવારે રાજકોટ-જૂનાગઢ હાઈ-વે પર ભરૂડી ટોલ પ્લાઝા નજીકથી પસાર થયેલા ટ્રકને અટકાવી તલાશી લેતાં અંદરથી દારૂની ૧૧૫૪ પેટી એટલે કે ૪૧,૫૮૦ બોટલ મળી આવી હતી.

જેની કિંમત ૧.૫૧ કરોડ ગણી, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ વગેરે સાથે કુલ ૧.૮૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના ભુરામ કાલુરામ સરન દારૂનો જથ્થો હરિયાણાથી લઈ આવી રહ્યાની કબુલાત આપી હતી. રાજસ્થાનના ખેમારામ રાવતરામ બેનીવાલે આ દારૂનો જથ્થો મોકલ્યો હતો આ ઉપરાંત ટ્રકના માલિક રામનિવાસ ઉર્ફે રામલાલ મુલતારામ અને તેના ભાઈ સુનિલને પણ એસએમસીએ આરોપી બનાવ્યો છે જે દારૂનો આ જંગી જથ્થો કોણે મંગાવ્યો હતો તે વિશે કોઈ ચોક્કસ માહિતી એસએમસીને મળી નથી પરંતુ પ્લસ-૪૪ નંબરના મોબાઈલ ધારકે આ દારૂનો જથ્થો મંગાવ્યો હોય ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.