ગાંધીનગરથી દિલ્હી સુધી મનપાના ઈજનેર સામે કૌભાંડની ફરિયાદ
ગોટાળો શું ? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પ્રજેશ સોલંકી દ્વારા કરોડોની કિંમતના રોડ સ્વિપર મશીન ખરીદવા માટેની જાહેરાત આપવામાં આવી હતી.
ફરિયાદ ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચે છે
-
કરોડોના કૌભાંડની શક્યતા
-
કમિશનખોરીના ગંભીર આક્ષેપ
-
સેન્ટ્રલ વિજિલન્સ તપાસની માંગ
-
સંપૂર્ણ મામલે પારદર્શી તપાસ થવી જોઈએ
કમિશન ખાવા માટે પોતાને અનુભવ ન હોવા છતાં ખરીદીનું કામ પોતાની પાસે રાખ્યું
મનપામાં રોડ સ્વિપિંગ મશીનની ખરીદીમાં કૌભાંડ થયાનો ખાનગી એજન્સીનો આક્ષેપ ઈજનેર સોલંકી સામે આક્ષેપ કરી દિલ્હી સુધી કરી ફરિયાદ, કોર્ટમાં જવાની ચીમકી
સિટી ન્યૂઝ@રાજકોટ
મનપામાં થતી કરોડો રૂપિયાની ખરીદીમાં મોટા કટકી કૌભાંડો થયાનું અનેક વખત ચર્ચામાં રહ્યું છે. ત્યારે પર્યાવરણ વિભાગના ઉપયોગી રોડ સ્વિપિંગ મશીનની ખરીદી મનપાના વર્કશોપ વિભાગના બદલે ઈન્ચાર્જ સિટી ઈજનેર પ્રજેશ સોલંકી દ્વારા કરવામાં આવતી હોવાથી મોટું કૌભાંડ થવાની સંભાવના અંગે અમદાવાદની એક ખાનગી એજન્સીએ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ફરિયાદ કરી છે. અમદાવાદની ખાનગી એજન્સીએ ગાંધીનગર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દિલ્હી સહિત લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઈન્ચાર્જ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી દ્વારા કરોડોની કિંમતના રોડ સ્વિપર મશીન ખરીદવા માટેની જાહેરાત આપવામાં આવેલી છે. રોડ સ્વિપર મશીન જે સંપૂર્ણપણે મિકેનિકલ અને ઓટોમોબાઈલને લગતી બાબતો છે. જ્યારે પ્રજેશ સોલંકી પર્યાવરણ ઈજનેર છે. મનપા પાસે અલગથી વર્કશોપ શાખા છે. જેમાં મિકેનિકલ એન્જિનિયર્સ છે. સ્વિપર મશીનો ભારત સરકારની ગ્રાન્ટમાંથી ખરીદ કરવામાં આવનાર છે. હાલ પણ રોડ સ્વિપર મશીનનું કામ વર્કશોપ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રજેશ સોલંકી દ્વારા લાખો રૂપિયાના કમિશન ખાવા માટે પોતાને અનુભવ ન હોવા છતાં ખરીદીનું કામ પોતાની પાસે રાખ્યું છે. તંત્ર પાસે મિકેનિકલ એન્જિનિયર્સની ફોજ હોવા છતાં ફક્ત પૈસાનું સેટિંગ કરવા માટે જ સોલંકી દ્વારા સ્વિપર મશીનની ખરીદીનું કામ પોતાના હસ્તક રાખવામાં આવ્યું છે. આથી અમારી નમ્ર વિનંતી છે કે, આ કામગીરી પ્રજેશ સોલંકીને ન આપીને અન્ય મિકેનિકલ એન્જિનિયરને સોંપવામાં આવે તે ટેક્નિકલી જરૂરી છે.