Loading Please Wait !!!
સ્પા ગર્લના રૂમમાંથી 1.20 લાખની ચોરી કરનાર ગ્રાહકને ઝડપી લેવાયો

રામવન પાસે મંદિરમાંથી ચોરી કરનાર યુવક અને સગીરની ધરપકડ કરાઈ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના રૈયા રોડ પરના તિરૂપતીનગરમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી મેલીબેનના મકાનમાંથી ૧.૨૦ લાખની ચોરી કરનાર શીતલ પાર્ક પાસે ગોલ્ડન હાઇટ્સમાં રહેતા વિદીત રાજેશ સાચેલાને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધો છે. આરોપી વિદીત ઓટો મોબાઇલના શો-રૂમમાં નોકરી કરે છે. દરવાજો ખુલ્લો મળતાં અને પર્સમાં ૧.૨૦ લાખ જોઈ જતાં દાનત બગડતાં ચોરી કર્યાનું પોલીસે જણાવ્યું હતું વિદીત સ્પા પાર્લરમાં મસાજ કરાવવા જવાને બદલે અહીંયા સ્પા ગર્લના ઘરે મસાજ કરાવવા આવતો હતો બે વખત આવ્યો હતો અને ત્રીજી વખત આવ્યો ત્યારે થેલીમાં રોકડ જોઈ જતા હાથફેરો કર્યો હતો ગુનામાં ઉપયોગમાં લેવાયેલું તેનું બાઈક પણ પોલીસે કબજે કર્યું છે આ ઉપરાંત બીજા બનાવમાં રામવન પાસે મેલડી માતાજીના મંદિરમાંથી ૩પથી ૪૦ કિલોની લોખંડની પેટી, તાંબાના વાયર, પિત્તળના બે ઘંટ અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર કરણ ભરત પરમાર અને એક સગીરને આજી ડેમ પોલીસે ઝડપી લઈ ગુનામાં ઉપયોગમાં લીધેલું બાઈક અને ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.