શિક્ષિકાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી નાસી છૂટેલો વિદ્યાર્થી અઢી મહિને ઝડપાયો
- » ભોગ બનનારના ફોટા-વિડિયો વાયરલ કરી વારાણસીમાં કર્યો હતો આપઘાતનો પ્રયાસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં પોતાની જ ભૂતપૂર્વ શિક્ષિકાને લગ્ન તથા સ્થાયી થવાની લાલચ આપી અઢી વર્ષ સુધી શારીરિક શોષણ કરનાર આરોપી ભોગ બનનારના ફોટા ફરતા કરનાર દુષ્કર્મ સહિતના ગંભીર ગુનામાં વોન્ટેડ મપડી સંસ્કાર સીટીમાં રહેતો ધ્રુવ પંકજભાઈ દેસાઈને ગાંધીગ્રામ પોલીસની સર્વેલન્સ સ્કોવડે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, ધ્રુવ દેસાઈ સામે ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલા પ્રથમ ગુનામાં એક શિક્ષિકાએ આરોપ મૂક્યો હતો કે ધો.૧૦માં તેની વિદ્યાર્થી રહેલો ધ્રુવ ૧૨ વર્ષ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક સાધ્યો હતો ત્યાર બાદ લગ્ન કરવાની તથા ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની લાલચ આપી આરોપી ધ્રુવ દેસાઈએ અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન ધંધામાં નુકસાન થયાનું કહી રોકડ રકમ, પીઠ એક અને સોનાના દાગીના વેચાવી કુલ ૭ લાખથી વધુની રકમ પણ મેળવી લીધી હતી. બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતાં શિક્ષિકાએ તેની સામે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધાવ્યો હતો.
આ ઉપરાંત આરોપી સામે અન્ય એક ગુનામાં યુવતીના અંગત ફોટો-વિડિયોનો દુરુપયોગ અને માહિતી પ્રોદ્યોગિકી અધિનિયમ હેઠળના ગંભીર ફલમો મુજબ પણ ગુનો નોંધાયેલ છે આ વિડિયો વાયરલ કર્યો ત્યારે તેને વારાણસીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો બંને ગુનાઓ નોંધાયા બાદ ધ્રુવ પોલીસ પકડથી દૂર હોય પીઆઈ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોવડની ટીમે આરોપીની શોધખોળ કરી રહી હતી. દરમિયાન આરોપીનું જામકંડોરણાથી લોકેશન મળી આવતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
» હલેન્ડા પાસે બે મહિલાનું ટ્રકની ઠોકરે મોત, એકને ઈજા
» લોઠડાથી બળધોઈ પગપાળા નીકળ્યા હતા, વિસામો ખાવા બેઠા ને કાળ ત્રાટક્યો
સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ નજીકના હલેન્ડા પાસે ગત વહેલી સવારે ટકે પગપાળા મનાતા ઉતારવા જતાં પરિવારમાં સામેલ બે મહિલાઓને હડફેટે લેતા બંનેના મોત નિપજ્યા હતા જ્યારે એક યુવાન ઘાયલ થયો હતો. આજુ ડેમ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ લોઠડા ગામે રહેતા ચંપાબેન ધનજીભાઈ કુકડીયાએ બળધોઈ ગામે સુરપરાના મંદિરે માનતા માની હતી. જે ઉતરવા માટે ચંપાબેન સાથે તેના પતિ ઉપરાંત ગૌંડલ રહેતા બહેન કિરણબેન ધોરીયા, તેના પતિ શૈલેષભાઈ, મકનપર રહેતા ભાનુબેન ચીરોડીયા, તેના પતિ લક્ષ્મણભાઈ તેમના સંબંધી ભારતીબેન, તેના પતિ પ્રકાશભાઈએ આજ લોકો લોઠડાથી પગપાળા રવાના થયા હતા વહેલી સવારે પાંચ વાગ્યે હલેન્ડા નજીક તમામ થાક ખાવા રોકાયા હતા. રોડની કિનારીએ અમુક નાસ્તો કરવા લાગ્યા હતા. આ વખતે રાજકોટથી ભાવનગર તરફ જતા ટ્રકે કિરણબેન, તેના પતિ શૈલેષભાઈ અને ભાનુબેનને હડફેટે લેતાં ત્રણેયને ૧૦૮માં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ટ્રેફિક સારવાર બાદ કિરણબેન અને ભાનુબેને દમ તોડી દીધો હતો બનાવની જાણ થતા આજુ ડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક આગળ જઈ ઉભો રહી ગયો હોય તેની પોલીસે અટકાયત કરી હતી.