લોકરમાંથી 2.67 કરોડના 206 તોલા સોનાની ચોરી
- સુરતના નક્ષત્ર સેફ હાઉસનો બનાવ
- સંચાલક પિતા-પુત્રોનું લોકર બ્રોકર સાથે મળી કાવતરું
સિટી ન્યૂઝ@સુરત
સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના ૨.૬૭ કરોડના ૨૦૬ તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખળભળાત મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પગલે સમગ્ર સુરતમાં પડઘા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફ્ટી શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા
માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો દોડી ગયા હતા, જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઇનો અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં ૩ બ્રાન્ચ છે, જેમાં ૨૫૦૦થી વધુ લોકર ઉપલબ્ધ છે. આ સમગ્ર ચર્ચાત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના
સંચાલક મહેશ દિયોલ અને તેના બંને પુત્રો હર્ષ દિયોલ અને હરિકૃષ્ણ દિયોલ તેમજ લોકર બ્રોકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ વિખ્યાત લોકર બ્રોકર સાથે
મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું છે. આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને
બજારમાં વેચી માટી રકમ પડાવી લેવાનો આખો પ્લાન ઘડ્યો હતો. સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વઆયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાયરલ સમાચાર ફેલાતાં જ નક્ષત્ર સેફ્ટીની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.