Loading Please Wait !!!
તને નોકરી નહીં કરવા દવ, ટોપી-પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી બેલડી ફરાર

રાજકોટમાં પોલીસ પોતે અસુરક્ષિત

ટ્રાફિક પીએઆઈએ નોંધાવી ફરજમાં રૂકાવટની ફરિયાદ : ડમ્પર અટકાવતા કાર અને બાઈક આડે નાખી આંતર્યા : ગાંધીગ્રામ પોલીસ દ્વારા શોધખોળ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં પોલીસ પણ અસુરક્ષિત હોય તેવા બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે શીતલ પાર્ક પાસે ડમ્પર ડિટેઈન કરતા જ ધારમાં ધસી આવેલ શખ્સોએ પીએઆઈની ટીમને આંતરી રાજકોટમાં નોકરી નહિ કરવા દેવા અને પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપતાં ચકચાર જાગી છે. જે બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે રાજકોટ શહેર પોલીસમાં ટ્રાફિક શાખામાં પીએઆઈ તરીકે ફરજ બજાવતા એસ.ડી.ગિલવાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુન્નો કોઠીવાર અને એક બાઈકમાં આવેલ અજાણ્યા શખ્સનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈ તા. ૧ ના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક ચોક પાસે નવી બનતી ધ કેપિટલ બિલ્ડિંગ પાસે ફરજ પર હતા ત્યારે રાત્રિના સમયે આઠેક વાગ્યાની આસપાસ તેઓએ એક ડમ્પર ડીટેઈન કરવા માટે લઈને જતા હતા ત્યારે આરોપી મુન્નો કોઠીવાર પોતાની થાર કારમાં અને અજાણ્યો શખ્સ બાઈકમાં ધસી આવ્યા હતા પીએઆઈ એસ.ડી.ગિલવા દ્વારા ડમ્પરને કાર્યવાહી માટે લઈ જતા ત્યારે ડમ્પર આડે પોતાની કાર અને બાઈક રાખી પોલીસની ફરજમાં વિલંબ કરવા ડમ્પરમા બેસેલ પોલીસ કર્મચારી સંજયસિંહ તથા ફરિયાદી સાથે ઉગ્રતાથી વાત કરી હું તમને રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં અને તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશ તેવી ધમકી આપી ફરજમાં રોકાવટ કરી બંને આરોપી નાસી છૂટ્યા હતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ ડી.જે.જોષી અને ટીમે પોલીસની ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટેલા બંને શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.