Loading Please Wait !!!
તીર્થરાજસિંહ ગોહિલના જન્મદિવસે રાજદીપસિંહ નિમિત્તે સેવા કાર્ય તથા પરમાર્થ ફાઉન્ડેશનની સ્થાપના

તીર્થરાજસિંહ ગોહિલના જન્મદિવસે રાજદીપસિંહ નિમિત્તે સેવા કાર્ય તથા પરમાર્થ ફાઉન્ડેશનની સ્થાપના

સિટી ન્યૂઝ@રાજકોટ

તીર્થરાજસિંહ હસ્તેવસિંહ ગોહિલના જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રયાસ પ્રોજેક્ટ્સ એસોસિએશન ખાતે પૂજા પટેલના સહયોગથી અંદાજિત ૨૦૦ જેટલા બાળકો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને તેમની જરૂરિયાત મુજબ વિવિધ ઉપયોગી ભેટ-સોગાદો આપવામાં આવી હતી. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉદ્દેશ્યથી ભેટ-સોગાદોની સાથે તેમના માટે નાસ્તાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ બાળકો સાથે મળીને કેક કટિંગ કરી તીર્થરાજસિંહના જન્મદિવસને અત્યંત યાદગાર અને આનંદમય બનાવવામાં આવ્યો હતો. આ જન્મદિવસ નિમિત્તે સમાજસેવાના કાર્યોને સતત ગતિ મળે તે હેતુસર રાજદીપસિંહ જાડેજા (રાજા વાવડી) દ્વારા પરમાર્થ ફાઉન્ડેશન ની સત્તાવાર સ્થાપના કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો, વિધવા સહાય ફંડ દ્વારા નિરાધાર મહિલાઓને સહાયરૂપ થવાનો, હોસ્પિટલોને જરૂરી સાધન-સામગ્રી તથા ફંડની મદદ પહોંચાડવાનો તેમજ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં જરૂરી વ્યવસ્થાઓ માટે પૂરતો સહયોગ આપવાનો છે. પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં વિવિધ સેવાકીય અને જનકલ્યાણના કાર્યો હાથ ધરી સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સતત સહાય પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.