ત્રંબા વાડીમાં વાવેલો 13 લાખનો 26 કિલો ગાંજો ઝડપાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ નજીકના ત્રંબા ગામની સીમમાં આંબા અને ચીકુના બગીચાની આડમાં થયેલ ગાંજાનું વાવેતર આજીડેમ પોલીસે પકડી પાડી ૧૩ લાખનો માદક પદાર્થ પકડી પાડયો હતો. બાગનું સંચાલન કરતાં ખેડૂત પિયુષ રૈયાણીએ ફળના ખાખરામાં ગાંજો વાવી દીધો હતો. પોલીસે ૩૭ છોડ સહિત ૨૬ કિલો જથ્થો જપ્ત કરી આરોપીને દબોચી પૂછતાછ આદરી હતી.
દરોડાની વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઈ એસ.વી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ મનદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને કુલદિપસિંહ જાડેજાને રાજકોટના ત્રંબા ગામના શાંતિધામ સ્મશાનથી આગળ વાડી તરફ જવાના કાચા રસ્તે આવેલ બાબુભાઈ રૈયાણીની વાડીમાં પિયુષભાઈ રૈયાણીએ ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સ (માદકપદાર્થ)નું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ બાતમી મળતાં આજીડેમ પોલીસની ટીમે ત્રંબા ગામના શાંતીધામ સ્મશાન નજીકની વાડીમાં દરોડો પાડયો હતો.
- શાપર વેરાવળ પોલીસ મથકમાં ઘૂસી તમારા ટોપી-પટ્ટા ઉતરાવી દઈશ કહી યુવતીની ધમાલ
- મિત્રને અરજીમાં પુછપરછ માટે બોલાવતા કર્યો હોબાળો : ફરજમાં રુકાવટનો ગુનો નોંધી ધરપકડ
રાજકોટ જિલ્લાના શાપર પોલીસ મથકમાં ધસી આવેલા યુવતીએ તમારા ટોપી-પટ્ટા ઉતરાવી દઈશ કહી ધમાલ મચાવી મહિલા પોલીસને ધક્કો મારી ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. શાપર પોલીસ મથકમાં પીએસઓ તરીકે નોકરી કરતા પુજાબેન રાઠોડ સહીતનો સ્ટાફ નોકરી ઉપર હતો ત્યારે બહારથી આવેલી કિર્તી દિનેશ રાઠોડ નામની યુવતીએ પોલીસ મથકમાં આવી મારા મિત્ર વિરૂધ્ધ મયુર દિનેશ રાઠોડએ ફરીયાદ કરી હોય કેમ બેસાડયો છે. જેથી મહિલા પોલીસએ તેને સમજાવવા જતા તમે મને ઓળખતા નથી હું કિર્તી રાઠોડ, મારા માણસો ભેગા કરી તમારી વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરી તમારા ટોપી-પટ્ટા ઉતરાવી નાખીશ કહી ધમાલ મચાવી હતી અને જીઆરડી સાથે ઝપાઝપી કરી હતી.
બાદમાં તમને બધાને જોઇ લઈશ. મને બધુ સાચુ ખોટુ કરતા આવડે છે. હું સવારે બધાને ભેગા કરીશ, તમે બધા કેમ નોકરી કરો છો, હું દવા પીને મરી જઈશ અને બધાને ખોટા ફીટ કરાવી દઈશ, તમે મને હજી ઓળખતા નથી હુ મારા સમાજને ભેગો કરીને તમારા વિરૂધ્ધ રેલી કાઢીશ કહી ધમાલ મચાવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.