મોદીના 12 વર્ષ પૂર્ણ થતા ઉદય કાનગડની શુભેચ્છા
» ઉદય કાનગડે ગરીબ કલ્યાણ, કલમ 370 અને GST સહિતના નિર્ણયોને બિરદાવ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે તેમને વિશેષ શુભેચ્છા પાઠવી છે. ઉદય કાનગડે જણાવ્યું હતું કે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ માં જબ્બર જનસમર્થન પ્રાપ્ત કરી મોદી સરકારે વિકાસ, સુશાસન અને રાષ્ટ્રહિતના અનેક નવા અધ્યાયો લખ્યા છે. સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાવાની નરેન્દ્ર મોદીની કુનેહ અંગે વાત કરતા ઉદય કાનગડે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત પાછળ અનેક સમીકરણો સાથે 'જાલમુરી' નો જાદુ માસ્ટર સ્ટ્રોક સાબિત થયો છે. સામાન્ય લોકો સાથે જાલમુરી ખાતા મોદીના દ્રશ્યો બંગાળની જનતા સાથે લાગણીનો સેતુ બની ગયા હતા તેમ કાનગડે ઉમેર્યું હતું. આ ૧૨ વર્ષના કાર્યકાળ અંગે ધારાસભ્ય કાનગડે પ્રશંસા કરતા કહ્યું કે GST, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબૂદી, ત્રિપલ તલાક કાયદો, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT), નવી શિક્ષણ નીતિ અને મહિલા અનામત જેવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો, વંદે ભારત ટ્રેન અને ગતિ શક્તિ યોજનાથી માળખાકીય સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ઉદય કાનગડે વધુમાં જણાવ્યું કે આવાસ યોજના, ઉજ્જવલા, જલ જીવન મિશન અને આયુષ્માન ભારત થકી ગરીબોનો સર્વાંગી વિકાસ થયો છે. મેક ઈન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાથી યુવાનોને નવી તકો મળી છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને મજબૂત વૈશ્વિક ભાગીદાર બની ગયું છે. વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડે નરેન્દ્ર મોદીના સેવા અને રાષ્ટ્રનિર્માણના આ કાર્યકાળને બિરદાવી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરી હતી.