Loading Please Wait !!!
યુપી સહિત 9 રાજ્યોમાં વરસાદ

  • બિહારમાં કરા પડ્યા, 2ના મોત

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં બુધવારે વરસાદ થયો. જ્યારે બિહાર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પણ પડ્યા.ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગોદામમાં રાખેલ 100 ક્વિન્ટલ ઘઉં પલળી ગયા. રાજ્યમાં મહત્તમ તાપમાન 40C થી નીચે આવી ગયું છે.

આજે 44 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે.બિહારમાં પટનાના વિસ્તારોમાં કરા પણ પડ્યા. અહીં બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું. પૂર્ણિયામાં આકાશી વીજળી પડવાથી બે લોકોના મોત થયા. ઉત્તરાખંડના કેદારનાથ ધામ સહિત ઊંચી પર્વતમાળાઓ પર સતત ચોથા દિવસે હિમવર્ષા થઈ.