Loading Please Wait !!!
યુપીમાં ગુનાઓ આચરી સંતાયેલા ગુનેગારને શાપર પોલીસે પકડી પાડ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર મુકેશ મૌર્ય પડવલા ગામેથી ઝડપાયો હતો. યુપીમાં અનેક ગુનાઓને અંજામ આપનાર શખ્સ વિરુદ્ધ ગેંગસ્ટર એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા આરોપી મુકેશ મોર્ય ફરાર થઇ પડવલા ગામે આવી પોતાની ઓળખ છુપાવી રહેતો હતો. જે માહિતી મળતા શાપર પોલીસે આરોપીને પકડી યુપી પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. 

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાની ટીમ ફરાર આરોપીઓને દબોચી લેવા પ્રયત્નશીલ હતી. દરમિયાન સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયાને બાતમી મળી હતી કે, ઉત્તરપ્રદેશ ગેંગસ્ટર એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી હાલ પડવલા ગામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી રહે છે જેથી તુરંત જ પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ રિસોર્સથી માહિતીની ખરાઈ કરી પડવલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી મુકેશ નંગેભાઈ મોર્ય ની ધરપકડ કરી તુલસીપુર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપી અને તેની સાથેના શખ્સો વિરુદ્ધ 19 થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલ હતા. જેથી ગત વર્ષે તે ગેંગ સામે ગેંગસ્ટર એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદથી આરોપી ફરાર થઈ ગયો હતો.

=> કાગડદીના પાટિયે થયેલી માથાકૂટમાં ચાર સામે ફરિયાદ

=> ઓવરટેક બાબતે થયેલા ઝઘડોમાં સમાધાન માટે ગયેલા યુવક પર હુમલો


રાજકોટના બેડી વાછકપર ગામે રહેતા અને ડ્રાયવિંગ કરતા અજયભાઇ નાનજીભાઇ ટોયટા ઉ.23એ હરેશ નાગજીભાઈ હાડગરડા, અક્ષય મોતીભાઈ હાડગરડા, વિશાલ કમલેશભાઈ હાડગરડા અને તુષાલ ઉર્ફે બુટો કમલેશભાઈ હાડગરડા સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મારકૂટ કરવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.21ના રાત્રીના હુ બેડી ગામ પાસે આવેલ મામાદેવનાં મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે મને મારા મિત્ર તુષાલનો ફોન આવેલ અને મને કહેલ કે મારે કાનાભાઈ સાથે ગાડી અથડાવવા બાબતે કાગદડી ગામના પાટીયા પાસે ઝગડો થયેલ છે. તુ અહિં સમાધાન કરવા આવ તેમ મને વાત કરતા હુ મારૂ મો.સા લઇ ત્યા ગયો હતો. ત્યારે ત્યા હરેશભાઈ, અક્ષય, વિશાલ તથા તુષાલ હાજર હતા. ત્યારે હુ જતા હરેશે મને જેમફાવે તેમ ગાળો આપી હતી ત્યાર બાદ તેની બોલેરો ગાડીમાથી એક લાકડાનો ધોકો કાઢી મને હાથે-પગે મારવા લાગ્યો હતો ત્યાર બાદ આ બધા લોકો મને જેમ ફાવે તેમ ગાળો બોલી મને માર મારવા લાગતા હું જમીન ઉપર પડી ગયો હતો અને ત્યાં પડેલ પથ્થર મને કપાળના ભાગે લાગ્યો હતો અંગુઠાના ભાગે ધોકા વડે ઇજા થતા લોહી નીકળવા લાગેલ હતુ. ત્યા થોડી વારમાં મારા માસિયાઇ ભાઈ કાનાભાઈ તથા મારો મોટો ભાઇ ભરતભાઇ તથા વિજયભાઇ તથા લાલાભાઇ  આવી જતા મને વધુ મારમાથી છોડાવવા જતા તેઓને પણ આ લોકોએ માર માર્યો હતો.અને આ લોકોએ મને કહેલ કે આજે તો તુ બચી ગયો હવે પછી આવશે તો તને જાનથી મારી નાંખીશું ત્યાર બાદ મને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યો  હતો બાદમાં ફરીયાદ નોંધાવી હતી.