વાયર-ભંગારની ચોરી કરનાર બેલડી ઝડપાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ નજીકના ખોખડદડ ગામે બે વાડીમાંથી કેબલની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે પોલીસે કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પ્રકાશ ભરત કોળિયા અને કરશન ઉર્ફે ઉદય હમીર મકવાણાને આજી ડેમ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૧૩,૬૦૦નો કેબલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી છે પ્રાથમિક પૂછપરછમાં બીજા નવ સ્થળેથી વાયર અને ભંગારની ચોરી કર્યાની કબૂલાત આપી છે જેમાં શાપર, જસદણ તાલુકાના લીલાપુર, જસદણ તાલુકાના વિસ્તાર, ગૌરીદડ, વાંકાનેર, પાલ ગામ, છાશિયા ગામ અને ગોંડલના વાડી વિસ્તારોનો સમાવેશ થાય છે કરશન સામે ચોરીના પાંચેક ગુના નોંધાયા છે. બંને આરોપીઓ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જે ચોરીની કબૂલાત આપી છે તેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદ નોંધાઈ નથી.
- કેન્ટીનના સંચાલકના ઘરમાંથી ભાઈનો સાળો 4.40 લાખ ચોરી ગયો
- પોપટપરાની રઘુનંદન સોસાયટીમાં બનેલા બનાવ અંગે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના પોપટપરા પાસેના રઘુનંદન સોસાયટીમાં રહેતા અને રેલ્વેમાં કેન્ટીન ચલાવતા યુવકના મકાનમાં રહેતો ભાઈનો સાળો નજર ચૂકવી મકાનમાંથી ૪.૪૦ લાખની રોકડની ચોરી કરી નાસી જતાં પ્રનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મુળ એમપીના અને પોપટપરાની રઘુનંદન સોસાયટીમાં રહેતા તેમજ રેલ્વે જંક્શનમાં કેન્ટીન ચલાવતા બીપીનભાઈ રામપ્રસાદ ગુપ્તાએ યુપીના તેના ભાઈના સાળા પવન ઉર્ફે ભોલો મદનલાલ ગુપ્તા સામે ૪.૪૦ લાખની ચોરી અંગે પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી તેનો ભાઈ સાથે કેન્ટીન ચલાવતા હોય અને બે વર્ષથી કામ માટે તેના મોટા ભાઈનો સાળો પવન આવ્યો હતો અને કામ કરતો હતો ગત તા.૫ના રોજ તેના ઘરે ૪.૪૦ લાખની રોકડ ભરેલ બેગ ઘરના સભ્યોની હાજરીમાં તિજોરીમાં રાખી હતી જેની તેના ભાઈના સાળાને જાણ હોય બીજા દિવસે બપોરે કેન્ટીન ઉપર હતા ત્યારે ભાભી રાધાબેનને ફોન કરી ઘરે બોલાવ્યા હતા અને પવન ઉર્ફે ભોલો ઘરેથી નાસી ગયો હોવાનું જાણવાતા તેને તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ પણ ગાયબ હોય અને ફોન કરતા પવનનો ફોન સ્વીચ ઓફ આવતો હોય ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે કે ચાવડાએ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.