વેરાવળના 17 વર્ષીય યુવાને બનાવ્યું ઓટોનોમસ રેસ્ક્યુ ડ્રોન
આફત સમયે રિમોટ વિના ઉડી દવા અને રાહત સામગ્રી પહોંચાડશે; આર્મી અધિકારીઓ સમક્ષ સફળ પ્રદર્શન
સિટી ન્યૂઝ@ગીર સોમનાથ
વેરાવળના ૧૭ વર્ષીય યુવાન પાર્થ શાહે કુદરતી આફતો દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં ઉપયોગી બની શકે તેવું ઓટોનોમસ ડિસાસ્ટર રિસ્પોન્સ ડ્રોન વિકસાવ્યું છે. આ વિશેષ ડ્રોન કોઈ વ્યક્તિના નિયંત્રણ કે રિમોટ વિના સ્વયં સંચાલિત રીતે ઉડી દવા અને જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
પાર્થ શાહના જણાવ્યા મુજબ આ ડ્રોન ભારે પવન, વાવાઝોડા અને અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સ્થિર રહી કામગીરી કરી શકે છે. ડ્રોનમાં મેડિકલ કિટ અને ખાદ્ય સામગ્રી સુરક્ષિત રીતે
પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશેષ અલ્ગોરિધમ અને કેશબોર્ક આધારિત સિસ્ટમથી
સંચાલિત આ ડ્રોન સંપૂર્ણપણે ઓટોમેટિક હોવાથી તેને ઉડાડવા માટે રિમોટ અથવા ઓપરેટરની જરૂર રહેતી નથી.
૧૭ જુલાઈએ મારવાડી યુનિવર્સિટીના NCC આર્મી વિંગના કેડેટ્સ અને એક આર્મી અધિકારી સમક્ષ આ ડ્રોનનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ડ્રોનની કામગીરીને સરાહના મળી હતી.
પાર્થની ટેકનિકલ પ્રતિભાને ધ્યાનમાં રાખીને તેને મારવાડી યુનિવર્સિટીની રોબોટિક્સ ક્લબની ફાઇન્ડિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તે નવી ટેકનોલોજીએ અને સંશોધન પર કાર્ય કરી રહ્યો છે.
પાર્ષે જણાવ્યું કે તેનું સ્વપ્ન દેશની હેલ્થકેર વ્યવસ્થાને ટેકનોલોજી દ્વારા વધુ મજબૂત બનાવવાનું છે. આ પ્રોજેક્ટને સાકાર કરવામાં માતા-પિતાના સહયોગ અને પ્રોત્સાહનનો મહત્વપૂર્ણ ફાળો રહો હોવાનું પણ તેણે જણાવ્યું.
આ પ્રોજેક્ટ બદલ પાર્થ શાહને ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એન્જિનિયર્સ દે નિમિત્તે યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પૂર, ભૂકંપ અને અન્ય કુદરતી આફતો દરમિયાન આ ડ્રોન રાહત કામગીરીમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.