સેવાકીય કાર્યો બદલ ભાવિનભાઈ ખખ્ખર અને વિજયબાપુનું સન્માન
» રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ અભિનંદન પાઠવી સેવાકીય યોગદાનને બિરદાવ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના સ્ટુડિયો શિવના સંચાલક ભાવિનભાઈ ખખ્ખર અને જય શ્રી ગોપાલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ શ્રી ગેલમોગલ શક્તિપીઠ આશ્રમના મહંત વિજયબાપુનું રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ખાતે તેમના કાર્યાલયમાં યોજાયેલી મુલાકાત દરમિયાન કેસરીદેવસિંહજી ઝાલાએ બંનેના વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. ગરીબ અને નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન, સાધુ-સંતો અને જરૂરિયાતમંદો માટે અન્નક્ષેત્ર સેવા, ગૌશાલા અને ગૌરક્ષા સહિતના સામાજિક કાર્યોમાં તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
તાજેતરમાં આણંદ ખાતે “શ્રી રામ જન્મોત્સવ સમિતિ” દ્વારા આયોજિત હિન્દુ ધર્મસભાની સફળતા બદલ પણ કેસરીદેવસિંહજી ઝાલાએ ભાવિનભાઈ ખખ્ખર અને વિજયબાપુને અખબારને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ નેતા ટી. રાજાસિંહ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન ભાવિનભાઈ ખખ્ખર અને વિજયબાપુએ કેસરીદેવસિંહજી ઝાલાને આદ્યશક્તિ માંનો ફોટો ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, સાથે જ વિજયબાપુએ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને જનસેવાના કાર્યો માટે શુભાશિષ પાઠવ્યા હતા.