અમદાવાદ હાઇવે પર જમવા માટે રોડ ક્રોસ કરતા યુવકનું બોલેરોની હડફેટે મોત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ભવાની ચોક અંકુર સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા આસિફભાઈ સલીમભાઈ કુરેશીએ અકસ્માત સર્જી તેના રોડ ક્રોસ કરતા કાકા ઈમ્તિયાઝભાઈનું મૃત્યુ નિપજાવનાર બોલેરો નંબર જી જે 13 એ ડબલ્યુ 9448ના ચાલક સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતાજી ત્રણ ભાઇ તથા એક બહેન છે ગઇ તા.20ના રાત્રીના હું રેસકોર્ષ ખાતે હતો ત્યારે મારા પિતાજીના ફોનમાં અમારા પાડોશી શોયબભાઇનો ફોન આવેલ અને વાત કરેલ કે હું તથા તમારા ભાઇ ઇમ્તીયાજભાઇ બન્ને આઇસર લઇને બેંગલોર જતા હતા. ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર આઇસર ઉભુ રાખી સામે આવેલ બીસ્મીલ્લા (ડાભી) હોટલ માં જમવા જવા રોડ ક્રોષ કરતા હતા. ત્યારે ચોટીલા તરફથી એક બોલેરો પીક અપ ફુલ સ્પીડમાં આવતી હોય જેને ઇમ્તીયાજભાઇને ટકકર મારતા તેઓ નીચે પડી ગયા હતા દરમ્યાન બોલેરો ધીમી પાડતા તેના રજી નંબર જોતા GJ 13 AW 9448 ના જોવામાં આવ્યા હતા ઇમ્તીયજભાઇને માથાના ભાગે લોહી નીકળવા લાગેલ હોય જેથી મે 108માં ફોન કરેલ છે. તમે આવો તેમ અમને વાત કરતા હું પરિવાર સાથે રિક્ષા લઇને જવા નીકળ્યો હતો દરમ્યાન રસ્તામાં શોયબભાઇનો ફોન આવેલ અને કહ્યું કે 108ના ડોકટરે ઇમ્તીયાજભાઇને મરણ જાહેર કરેલ છે ત્યાર બાદ અમે બધા બીસ્મીલ્લા હોટેલ પાસે પહોંચ્યા હતા. ત્યાથી મારા કાકા ઇમ્તીયાજભાઇના મૃતદેહને કુવાડવા સરકારી દવાખાને પી.એમ. માટે લઇ ગયેલ અને મારા કાકાની અંતીમ વિધીની ક્રીયા પૂર્ણ કરી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.
ભક્તિનગર પોલિસ મથકમાં ફરજ બજાવતો દુષ્કર્મી પોલીસમેન અઢી મહિને સરન્ડર
એમપીની યુવતીને હવસનો શિકાર બનાવી રાજસ્થાન, હરિદ્વાર, યુપી નાસી છૂટ્યો હતો: આરોપીને જેલભેગો કરાયો
રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના કોન્સ્ટેબલે ફેસબુકના માધ્યમથી ઓળખાણ કર્યા બાદ પોતે કુંવારો હોવાનું જણાવી મધ્યપ્રદેશની યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની શરમજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી. જેમાં ગુનો નોંધાયા બાદ અઢી મહિના સુધી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી આખરે પ્ર.નગર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
રાજકોટમાં એમબીએનો અભ્યાસ કરતી અને મૂળ એમ.પી.ની પીડિત યુવતીને એક વર્ષ પહેલાં ફેસબુક પર આર્યવીરસિંહ રિસ્કી નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ ફેક આઈડી પાછળ અસલી ચહેરો ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિતસિંગ પ્રભાતસિંગ ચૌહાણનો હતો તેણે પોતાની અસલી ઓળખ છુપાવી, યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટ બોલાવી હતી અને એક વર્ષ દરમિયાન અનેક વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે ગુનો નોંધાતા જ ખાખીને ડાઘ લગાડનાર અમિતસિંગ ફરાર થઈ ગયો હતો ગુરુવારે તે પોલીસ સમક્ષ હાજર થતાં તેની વિધિવત ધરપકડ કરાઈ હતી. આરોપીએ ફરાર સમયગાળા દરમિયાન રાજસ્થાન, હરિદ્વાર અને યુ.પી.માં આશરો લીધો હોવાની કબૂલાત આપી હતી.