Loading Please Wait !!!
રોકેટ ગતિએ વધી રહી છે મોંઘવારી : 5 મહિનામાં પહેલીવાર 4%નો નજીક પહોંચી મોંઘવારી

  • ખાવા–પીવાની તમામ વસ્તુઓના ભાવ વધ્યા

    સીટી ન્યૂઝ@નવી દિલ્હી

    દેશમાં છૂટક મોંઘવારીની ગતિ ફરી એકવાર વધી ગઈ છે. મે મહિનામાં તે વધીને ૩.૬૩% પર પહોંચી ગઈ છે, જે એપ્રિલમાં ૩.૪૮% હતી. છેલ્લા ૫ મહિનામાં આ પહેલીવાર છે જ્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મધ્યમ-ગાળાના લક્ષ્ય ૪%ની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ૨૦૨૬ની શરૂઆતમાં મોંઘવારી દર ઘણો ઓછો હતો. જાન્યુઆરીમાં તે ૨.૭૪%ના સ્તર પર હતી, જે મે સુધી સતત વધતા ૩.૬૩% પર આવી ગઈ છે. ગયા મહિને એટલે કે એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં છૂટક મોંઘવારીમાં ૦.૭૫%નો વધારો નોંધાયો છે. માસિક ધોરણે કિંમતોમાં આવેલો આ ઉછાળો છેલ્લા ૧૬ મહિનામાં સૌથી ઝડપી છે, જે દર્શાવે છે કે બજારમાં સતત ભાવ દબાણ વધી રહ્યું છે. આ વખતે પણ મોંઘવારી વધવા પાછળનું સૌથી મોટું કારણ ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં આવેલી તેજી છે. મે મહિનામાં કન્ઝ્યુમર ફૂડ ઇન્ડેક્સ વધીને ૪.૭૮% પર પહોંચી ગયું, જે એપ્રિલમાં ૪.૨% હતું.
    ફૂડ પામ ઓઈલ 30% સોયાબીન ખોળ 75% મોંઘા થયા