પથ્થર ભરેલી ટ્રક પોલીસે 20 જુલાઈના ચાર દિવસ પહેલા જપ્ત કરી’તી
દિલ્હીના જંતર-મંતર પરથી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ એક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે કે CJPના વિરોધ-પ્રદર્શન વખતે જંતર મંતર નજીક પકડવામાં આવેલી પથ્થરો ભરેલી ટ્રકને પોલીસે ૪ દિવસ પહેલાં જપ્ત કરી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ જુલાઈએ વિરોધ હિંસક બન્યો એના ૪ દિવસ પહેલાં ટ્રક જપ્ત કરવામાં આવી હતી. આ મુદ્દે CJPએ સવાલો કર્યો હતો કે ‘પથ્થરોથી ભરેલી જપ્ત કરેલી ટ્રકને વિરોધ-પ્રદર્શન સ્થળે ધસડવાનો આદેશ કોણે આપ્યો હતો? આ ટ્રક દિલ્હી પોલીસની કસ્ટીમાં ૪ દિવસથી હતી.