અજિત મૌલાની ચોંકાવનારી કબૂલાત: રી-કન્સ્ટ્રક્શન કરાવાયું
- ■ વતનમાં જવા પૈસા માંગતા બાળકની હત્યા કરી માથું આજી નદીમાં માથું અને ધડ બેડીના પુલ નીચે ફેંકી દીધું હતું
- ■ 15 દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરાશે : નરાધમ સામે ચોતરફથી ભારે ફિટકાર
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ૮ વર્ષ પૂર્વે આજીનદીના પટ્ટમાંથી બાળકના ધડ વગરના મળેલા માથાના ચકચારી બનાવમાં ક્રાઈમ બ્રાંચે નરાધમને જેલમાંથી કબજો મેળવી હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે તપાસ કરતા વતનમાં જવા માટે બાળકે નાણાની માંગ કરી હતી જેથી ઉશ્કેરાઈને ઢોર માર મારી બાળકની હત્યા કરી આજી નદીમાં માથું અને ધડ બેડીના પુલ નીચે ફેંકી દીધાનું રટણ કરતા પોલીસે આરોપી પાસે રિ-કન્સ્ટ્રક્શન કરાવી વધુ પૂછતાછ કરી હતી આજે આરોપીના ૧૫ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ૨૦૧૮માં આજી નદીના પટ્ટમાંથી એક બાળકનું ધડ વગરનું માત્ર માથું મળી આવ્યું હતું. સઘન તપાસ ચાલી હતી તે દરમ્યાન સામાકાંઠા વિસ્તારમાં રામ નગરમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સહિતની ટીમે દરોડો પાડતા ૧૯ બાળકોને ગાંઘી રાખી મજુરી કામ કરાવતા અજીત મૌલા આઝમત મૌલા નામના શખ્સની ધરપકડ કરી હતી તપાસ કરતા એક બાળકને ગુદાના ભાગુ ગંભીર ઈજાના નિશાન હોય તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો પોલીસની પૂછતાછમાં આરોપી અજીત મૌલા બાળકોને મજુરી કામ માટે લઈ આવી તેના માતા પિતાને માસીક ૮ હજાર ચુકવતો હોવાનું અને મળી આવેલા ૧૯ બાળકો અત્યંત દયનીય સ્થિતીમાં હોય અને કેટલા પાસે પહેરવા માટે પુરતા કપડા પણ ન હોવાનું અને અમાનુષી કૃત્યો આચરવામાં આવતુ હોય અને એક રૂમમાં ભુખ્યા રાખવામાં આવતા હોવાનું કાઉન્સિલિંગ દરમ્યાન બહાર આવ્યું હતુ.
પોલીસની પુછતાછમાં આરોપી અજીત મૌલાનાએ અગાઉ એક બાળકને તેના ઘેર જવું હોય જેથી વારંવાર નાણાની માંગ કરતો હોય જેને ઢોર માર મારી હત્યા કરી તેની લાશનો નિકાલ કરવા માટે કોથળામાં નહીં આવતા તેના શરીરના કટકા કરી આજી નદી અને બેડીના પુલ નીચે ફેંકી દિધાનું રટણ કરતા પોલીસે વધુ પુછતાછ માટે ૧૫ દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીને કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે રાજકોટના રામનગરમાં રહેતો અને મુળ પશ્ચિમ બંગાળનો અજીત મૌલાએ ૮ વર્ષ પૂર્વે બાળકની હત્યા કરી કટકા કરી નાખ્યાના બનાવમાં ક્રાઇમ બ્રાંચે મૃતક બાળકના માતા પિતાની પુછતાછ અને ડીએનએ લેવા માટે બોલાવ્યા હતા પરંતુ તેની પાસે ટીકીટના નાના ન હોવાનું જણાવતા પોલીસે રાજકોટ આવવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી આરોપી પાસે ગઈકાલે ઘટનાસ્થળે રી કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આજે વધુ તપાસ અર્થે આરોપીને ૧૫ દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.