માપમાં રહેજો નહીંતર આખા ખાનદાનને સાફ કરી નાંખીશ કહી યુવક પર છરીથી હુમલો
» કોઠારીયા રોડ ઉપર પ્લોટના બાકી લેણાંની ઉઘરાણીમાં ડખ્ખો : ચાર સામે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
કોઠારીયા રોડ પર પ્લોટનાં બાકી રૂપિયા બાબતે ચાર શખ્સોએ ઝપાઝપી કરી “તારા ખાનદાનને સાફ કરી નાંખીશ” તેવી ધમકી આપી તેના પુત્ર સત્યજીતને છરી વડે ઇજા પહોંચાડ્યાની આજી ડેમ પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોઠારીયા ગામમાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતા નિલેશભાઈએ યોગેશ, ચિરાગ વાઘેલા, નીલદીપ અને અજય સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તારે ઘર પાસે હતા ત્યારે યોગેશ અને ચિરાગે તેને તારો ભાઈ ફોન ઉપાડતો નથી. તેને મારે પૈસા આપવાના છે. આમ કહી તેની પાસે જઈ તમને બહું હવા આવી ગઈ છે, માપમાં રહેજો નહીંતર તમારા આખા ખાનદાનને સાફ કરી નાંખીશ કહી ઝપાઝપી કરવા લાગ્યો હતો તેણે તેના પુત્ર સત્યજીત, ભાઈ કિરિટ અને ભત્રીજા વિવેકને ફોન કરતાં તે ત્યાં આવ્યા હતા. આ સમયે ચારેય આરોપીઓ ગાળાગાળી અને ઝપાઝપી કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
તેનો પુત્ર સત્યજીત છોડાવવા વચ્ચે પડતાં યોગેશે છરી ઝીંકી દેતા તેને ઇજા પહોંચી હતી જેથી આ અંગે ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નિલેશભાઈએ એકાદ વર્ષ પહેલાં આરોપી યોગેશને તેની માલિકીના છ પ્લોટ વેચ્યા હતા. જેના ૫૫ લાખ લેવાના બાકી હતા. જેમાંથી આરોપીએ ૨૫ લાખ છ મહિના પહેલા આપ્યા હતા. જ્યારે બાકીના ૩૦ લાખ લેવાના હતા. આ બાબતે તેના ભાઈ કિરિટભાઈએ યોગેશને રૂપિયા ક્યારે આપશો તેમ પૂછતાં આરોપીએ તેલો પૈસાની માંગણી કરેલ છે તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો આજી ડેમ પીઆઈ એચ એન પટેલ સહિતની ટીમે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.