મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી : 6નાં મોત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
મહારાષ્ટ્રના ભિવંડીમાં ગુરૂવારે રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ. આ દુર્ઘટનામાં ૫ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઇમારત ધરાશાયી થયા બાદ શરૂઆતમાં લગભગ ૮ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા હતી. ગુરુવારે રાત્રે લગભગ ૯ વાગ્યે ઇમારતમાંથી તીવ્ર તિરાડ પડવા જેવા અવાજો આવવા લાગ્યા હતા, ગુરુવારે રાત્રે લગભગ ૯ વાગ્યે ઇમારતમાંથી તીવ્ર
તિરાડ પડવા જેવા અવાજો આવવા લાગ્યા હતા. નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાં ૪૮ રૂમ હતા, જેમાં દરેક માળ પર ૧૨ રૂમ બનેલા હતા. નિગમે આ ઇમારતને પહેલેથી જ ખતરનાક જાહેર કરી દીધી હતી. જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે ઇમારતમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. ઘટનાસ્થળે રાષ્ટ્રીય આપત્તિ મોચન દળ, થાણે આપત્તિ મોચન દળ અને સ્થાનિક ફાયર વિભાગની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.