નારી શક્તિનો ડંકો
- સપનાઓએ આપ્યો આકારઃ અનમોલ આત્મવિશ્વાસથી લખા યો ઇતિહાસ
- દેશની 117 પ્રભાવશાળી મહિલા પાસે 39 લાખ કરોડ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
દાયકાઓ સુધી, ભારતમાં પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં બિઝનેસ ગુહોના વારસદારો, પ્રમોટર પરિવારો અને કોર્પોરેટ જગતની દિગ્ગજ હસ્તીઓનું પ્રભુત્વ રહ્યું હતું. પરંતુ હવે પ્રભાવ અને સફળતા માત્ર વ્યવસાયિક ગૃહોના વારસ પૂરતી મર્યાદિત નથી. ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો, વ્યાવસાયિક સીઈઓથી લઈને ઓલિમ્પિક મેડલ વિજેતાઓ, પત્રકારો, લેખિકાઓ, ડિજિટલ સર્જકો અને કાર્યકર્તાઓ પણ તેમાં સામેલ છે.
૨૦૨૬ની હુરૂન ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટમાં આ વર્ષે ૧૨ કેટેગરીમાં ૧૧૭ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫માં આ યાદીમાં નવ કેટેગરીમાં ૯૭ મહિલાઓ સામેલ હતી. વર્તમાન યાદીમાં સામેલ મહિલાઓ કુલ ૩૯ લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. યાદીમાં કિરણ શો, રોશની નાદાર, ફાલ્ગુની નાયર, નિસાબા ગોદરેજ, પ્રિયા નાયર જેવા બિઝનેસ લીડર્સ; પીવી સિંધુ, મનુ ભાકર, મેરી કોમ, મીરાબાઈ ચાનુ જેવી એથ્લેટ્સ સાથે પત્રકારો ફેથ ડિસોઝા, બરખા દત્ત અને પલકી શર્મા,
લેખિકા સુધા મૂર્તિ, ટિંકલ ખન્ના અને ઉદ્યોગસાહસિક અનન્યા બિરલા પણ છે.
મહત્વની વાત એ છે કે ૮૪% એટલે કે ૮૯ મહિલાઓ સ્વ-નિર્મિત છે, જ્યારે ૧૯ મહિલાઓ પારિવારિક વારસાના સહારે અહીં પહોંચી છે. યાદીમાં સૌથી નાની ઉંમરની ૧૯ વર્ષીય પેરા-આર્ચ ૨ શીતલ દેવીથી લઈને સૌથી વૃદ્ધ ૮૬ વર્ષીય ઉદ્યોગસાહસિક રજની બેકટર પણ સામેલ છે.
આ યાદીમાં અસરને માત્ર બેલેન્સ શીટથી જ નહીં, પરંતુ બૌદ્ધિક સંપત્તિ, જાહેર ભાગીદારી, નવીનતા અને સામાજિક પ્રભાવથી પણ માપવામાં આવી છે. આ જ કારણ છે કે ૨૦ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ આમાં સૌથી મોટી શ્રેણી બનાવે છે. તેમાંથી ૬૦% પેરા-એથ્લેટ્સ છે.હુરૂન ઇન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે કહ્યું- આ મહિલાઓમાંની ૮૪%ે પોતાની મહેનતથી સફળતા મેળવી છે, જે ખાનદાની શ્રીમંત મહિલાઓ કરતાં પાંચ ગણાથી પણ વધુ છે. આ ગુણોત્તર આપણને જણાવે છે કે ભારતમાં નેતૃત્વ હવે વારસામાં મળવાને બદલે કાગવાવમાં આવી રહ્યું છે.
હુરુન ઇન્ડિયા
વુમન લીડર્સ લિસ્ટ
બિઝનેસ વર્લ્ડ
-
કિરણ શો
-
રોશની નાદાર
-
ફાલ્ગુની નાયર
-
નિસાબા ગોદરેજ
-
પ્રિયા નાયર
સ્પોર્ટ્સ વર્લ્ડ
-
પીવી સિંધુ
-
મનુ ભાકર
-
મેરી કોમ
-
મીરાબાઈ ચાનુ
જર્નલિઝમ વર્લ્ડ
-
ફેથ ડિસોઝા
-
બરખા દત્ત
-
પલકી શર્મા
લેખિકા વર્લ્ડ
-
સુધા મૂર્તિ
-
ટિંકલ ખન્ના
ઉદ્યમી વર્લ્ડ
-
અનન્યા બિરલા